30 January, 2019 03:00 PM IST | સુરત | Dirgha media news agency
વડાપ્રધાન મોદી સુરતમાં
વડાપ્રધાન મોદી અઠવાડિયામાં બીજી વાર ગુજરાતના પ્રવાસે છે. જ્યાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ નોટબંધી પર સવાલ કરનારાઓને જવાબ આપ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો સવાલ પૂછે છે કે નોટબંધીથી શું ફાયદો થયો? તેમણે આ સવાલ એ યુવાનોને પુછવો જોઈએ જેમને નોટબંધી બાદ ઓછી થયેલી કિંમતમાં ઘર મળ્યું છે. એ ગરીબ અને મધ્યમ વર્ગને પુછવો જોઈએ, જેમનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
આ પણ વાંચોઃ વતનમાં વડાપ્રધાન: સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
PM મોદીએ કરી પૂર્ણ બહુમતિની સરકાર બનાવવાની અપીલ
વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટના એક્સટેંશન ટર્મિનલનો શિલાન્યાસ કર્યો. જ્યાં તેમણે એક જનસભાને પણ સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યું કે પૂર્ણ બહુમતિની સરકારનું એક મહત્વ હોય છે. આવી સરકાર જવાબદાર હોય છે. ત્રિશંકુ સરકાર નિર્ણય લેવામાં પાછી પડે છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે અમે રેરા કાયદો બનાવ્યો અને હવે એ પણ સુનિશ્ચિમ કર્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમાણી હાઉસિંગના પ્રોજેક્ટમાં ફસાય નહીં. વડાપ્રધાને જનસભાને સંબોધન કરતા એમ પણ કહ્યું કે આ તમારા એક મતની તાકાત છે કે ગરીબોને આજે ઘર મળી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષમાં આપણ એટલે આગળ વધી શક્યા કારણ કે પૂર્ણ બહુમતિની સરકાર બનાવી હતી.