વતનમાં વડાપ્રધાન: સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

30 January, 2019 02:09 PM IST  | 

વતનમાં વડાપ્રધાન: સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદીનું સુરતમાં ભવ્ય સ્વાગત

વડાપ્રધાન મોદી સુરત પહોંચ્યા છે. જ્યાં તેઓ 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને 636 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.

સાંજે સાડા ચાર વાગ્યે વડાપ્રધાન મોદી દાંડી જશે. જ્યાં હાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે અને નવસારી જલાલપોર નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ જાહેર સભા કરશે.

આ પણ વાંચોઃ લોકસભા પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિખવાદ, સમાધાનના પ્રયાસોમાં લાગ્યા પ્રભારી

સાંજે વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ પહોંચશે. જ્યાં તેઓ યુથ કનેક્ટ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

narendra modi