રાજકોટ પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે MOU : E-મેમો પોસ્ટ ઑફિસમાં પણ ભરાશે

25 December, 2019 02:30 PM IST  |  Rajkot

રાજકોટ પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે MOU : E-મેમો પોસ્ટ ઑફિસમાં પણ ભરાશે

હવે પોસ્ટ ઓફિસમાં પણ ભરી શકાશે ઇ મેમો

(જી.એન.એસ.) પોસ્ટ ઑફિસમાં ગૅસ-બિલ, ટેલિફોન બિલ સહિતના જુદાં જુદાં બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યમાં સૌપ્રથમ વખત હવે રાજકોટની પોસ્ટ ઑફિસોમાં ટ્રાફિક નિયમભંગ બદલ પોલીસે ફટકારેલા ઈ-મેમો પણ વાહનચાલકો ભરી શકશે. આ માટે રાજકોટ સિટી પોલીસ અને હેડ પોસ્ટ ઑફિસ વચ્ચે ખાસ એમઓયુ થયા છે જે અંતર્ગત વાહનચાલકો હવે ટ્રાફિક કચેરી ઉપરાંત પોસ્ટ ઑફિસે પણ ઈ-મેમોના પૈસા ભરી શકશે.

અત્યાર સુધી ઈ-મેમો બૅન્કમાં ઑનલાઈન અને શહેરની ટ્રાફિક બ્રાંચની કચેરી, જામનગર રોડ ખાતે જ ભરી શકાતા હતા, પરંતુ હવે આ સુવિધામાં વધુ એક ઉમેરો થતાં હવે હેડ પોસ્ટ ઑફિસ ખાતે પણ વાહનચાલકો ઈ-મેમો ભરી શકશે. નવી સુવિધા સંભવત નવા વર્ષ એટલે કે આગામી જાન્યુઆરી માસથી અમલી થશે.

ટપાલ વિભાગ વતી હેડ પોસ્ટ ઑફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોસ્ટ પરમાર અને પોલીસ વતી જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદે પરસ્પર એમઓયુ કર્યા હતા. જોકે નવી સુવિધા લોકો સુધી પહોંચાડવામાં પોસ્ટ ઑફિસના જ અધિકારીઓ ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

gujarat rajkot