31 October, 2022 11:27 AM IST | Morbi | Gujarati Mid-day Online Correspondent
મોતનો આંકડો 190એ પહોંચ્યો
મોરબી ઝૂલતો પૂલ તૂટવાની હ્રદય કંપની ઉઠી એવી ઘટના(Morbi Bridge Collapsed)થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટના કાળ બની કાલ સાંજે એટલે કે રવિવારે લોકો પર આવી પડી હતી, જેમાં અત્યાર સુધીમાં 190 લોકોના મોત થયા છે. જ્યારે કે ઘટના ઘટી ત્યારે આશરે 400 જેટલા લોકો ઝૂલ પર હતાં. હાલમાં બચાવકાર્ય શરૂ છે.
મોરબી બ્રિજ અકસ્માત કેસમાં કેબલ બ્રિજ મેન્ટેનન્સ કંપની સામે FIR નોંધવામાં આવી છે. કંપની વિરુદ્ધ IPCની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવી(Gujarat HM Harsh Sanghavi) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે આર્મી, એરફોર્સ, નેવી અને એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. સાથે જ 108 ડોક્ટરોની ટીમ પણ સ્થળ પર તૈનાત છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નેવી, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મીના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. લગભગ 200 લોકોની ટીમે આખી રાત કામ કર્યું હતું. આ મામલે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આઈજીપી રેન્જના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
મોરબીમાં થયેલા અકસ્માતને જોતા પીએમ મોદીએ તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદી ગુજરાત અને રાજસ્થાનના ત્રણ દિવસના પ્રવાસે છે. અમદાવાદમાં સોમવારનો તેમનો રોડ શો અકસ્માતને કારણે રદ કરવામાં આવ્યો છે. ભાજપ ગુજરાત મીડિયા સેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટિનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મીડિયા સંયોજક ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટનાને જોતા સોમવારે કોઈ કાર્યક્રમ થશે નહીં. જોકે, રૂ. 2,900 કરોડના રેલવે પ્રોજેક્ટને સમર્પિત કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે SDRFની બે ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. એક ટીમ રાજકોટથી અને બીજી ટીમ વડોદરાથી આવી છે. આ ઉપરાંત આર્મી, એરફોર્સ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ બચાવ કાર્યમાં લાગેલી છે.