ગુજરાતના વાતાવરણમાં પલટો, દરિયો તોફાની બનવાની આગાહી

06 February, 2019 06:15 PM IST  |  | Dirgha media news agency

ગુજરાતના વાતાવરણમાં પલટો, દરિયો તોફાની બનવાની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફેરફાર

ગુજરાતના દરિયાકિનારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી સમયમાં દરિયો તોફાની બનવાની સંભાવના છે. જેથી તકેદારીના ભાગરૂપે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયા પર સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શિયાળામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છમાં વરસાદ પણ આવ્યો હતો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની સંભાવના થતા ખેડૂતોમાં પરેશાનીના વાદળો છવાયા છે.

gujarat