માધવસિંહ સોલંકીને અપાયું ગાર્ડ ઑફ ઓનર, અંતિમ વિદાયમાં સમર્થકોની હાજરી

10 January, 2021 07:39 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

માધવસિંહ સોલંકીને અપાયું ગાર્ડ ઑફ ઓનર, અંતિમ વિદાયમાં સમર્થકોની હાજરી

તસવીર સૌજન્ય - ગુજરાત કોંગ્રેસ સદસ્ય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94ની વયે ગાંધીનગરમાં નિધન  પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બપોર બાદ તેમના પાર્થિવ દેહને ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લવાયો અહીં તમામે તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી.

ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરાયાય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પુષ્પાંજલિ આપી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે આજે બપોરે  રાખવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં કોંગ્રેના આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકોએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી.

gujarat Gujarat Congress