લોકસભા 2019: જાણો સુરેન્દ્રનગર લોકસભા બેઠકને

05 April, 2019 12:59 PM IST  |  | ફાલ્ગુની લાખાણી

લોકસભા 2019: જાણો સુરેન્દ્રનગર લોકસભા બેઠકને

હાઈ-ટેક બંગલાઓના શહેરના રૂપમાં જાણીતું શહેર એટલે સુરેન્દ્રનગર. અહીં કપાસનું કામ મોટા પાયે થાય છે. સુરેન્દ્રનગર દુનિયાનું સૌથી મોટું કપાસનું નિર્માણ કરતું કેન્દ્ર છે.

સુરેન્દ્રનગરમાં 8 લાખ 77 હજાર 745 પુરૂષ અને 7 લાખ 78 હજાર 910 મહિલા મતદાતાઓ સાથે કુલ 16 લાખ 56 હજાર 657 મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિરમગામ- લાખાભાઈ ભરવાડ- કોંગ્રેસ
ધંધુકા- રાજેશ ગોહિલ- કોંગ્રેસ
દસાડા- નૌશાદજી સોલંકી- કોંગ્રેસ
લિમડી- સોમા ગાંડા- કોંગ્રેસ
વઢવાણ- ધનજીભાઈ પટેલ- ભાજપ
ચોટિલા- ઋત્વિક મકવાણા- કોંગ્રેસ
ધ્રાંગધ્રાથી ધારાસભ્ય કોંગ્રેસના પરસોત્તમ સાબરિયા હતા. પરંતુ હવે તેમણે કેસરિયો ધારણ કરી લેતા પેટા ચૂંટણીની નોબત આવી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપને દેવજી ફતેપરા કોંગ્રેસના સોમા ગાંડા કોળીપટેલને 2 લાખ 02 હજાર 907 મતોથી હરાવીને સાંસદ બન્યા. સોમા ગાંડા કોળીપટેલ હાલ લિમડીથી ધારાસભ્ય છે.

2009માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે સોમા ગાંડા કોળીપટેલે લાલજીભાઈ મેરને હરાવ્યા હતા.

2004માં સોમાભાઈ ગાંડાભાઈ ભાજપની ટિકિટ પરથી લડ્યા હતા અને જીત મેળવી હતી. 1989 અને 1991માં પણ તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

દેવજી ફતેપરા

જાણો સુરેન્દ્રનગરના સાંસદને..

સુરેન્દ્રનગરમા વર્તમાન સાંસદ દેવજીભાઈ ફતેપરા છે. તેણો 2007માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. અને 2014માં તેમણે પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડી અને સફળતા મેળવી.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો સાબરકાંઠા લોકસભા બેઠકને

દેવજીભાઈ કોળી સમાજના સંગઠનો સાથે પણ જોડાયેલા છે. સાથે શ્રમ પર બનેલી લોકસભાની સ્થાયી સમિતિના સભ્ય પણ છે.

Election 2019 gujarat news