પ્રોહિબિશન ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ભાવનગર ક્રાઇમ બ્રાંચે પકડ્યો

01 March, 2019 03:55 PM IST  |  ભાવનગર | દીર્ઘ મીડિયા ન્યુઝ એજન્સી

પ્રોહિબિશન ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ભાવનગર ક્રાઇમ બ્રાંચે પકડ્યો

ક્રાઇમ બ્રાંચે પકડ્યો આરોપી.

ભાવનગર જીલ્લાના નવા નિમાયેલા પોલીસ કમિશ્નર જયપાલસિંહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી પરમાર તથા સબ ઇન્સ્પેક્ટર આર.એચ.બારે ભાવનગર જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં વોન્ટેડ આરોપીઓ પકડી પાડ્યા.

આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફના માણસો ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર કાળાનાળા જૈન મંદિર પાસેથી આવતા વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયાને સંયુકત બાતમી મળી હતી કે વિવિધ ગુનાઓસર પોલીસના ચોપડે નોંધાયેલો અને નાસતો ફરતો આરોપી અશોક રાઘવભાઈ ઢીલા ભાવનગરની જે-તે સોસાયટી પાસે ઊભો છે. આ બાતમીના આધારે આરોપીને પોલીસે પકડી પાડ્યો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યો.

આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર, સબ ઇન્સ્પેક્ટર આર.એચ.બાર તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાઝ પઠાણ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહગોહિલ,શકિતસિંહ ગોહિલ વગેરે સામેલ હતા.

gujarat