હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે બે મહિલા ગાર્ડને ચુંબન કરતાં ફરિયાદ નોંધાઈ

18 November, 2019 09:16 AM IST  |  Vapi

હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે બે મહિલા ગાર્ડને ચુંબન કરતાં ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

વાપીમાં રહેતા અને ચાણોદ ખાતે ઈએસઆઇસી હૉસ્પિટલમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી રોશની (નામ બદલ્યું છે)એ શનિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ૧૫ જૂન, ૨૦૧૯ના તેઓ હૉસ્પિટલમાં પ્રથમ શિફ્ટમાં નોકરી પર હતાં એ સમયે બપોરે તેમની સાથે કામ કરતી અંજલિ (નામ બદલ્યું છે)ને હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અનિલ સહરે તેમની ઑફિસમાં બોલાવી જબરદસ્તી કરી ગળે લગાવી ચુંબન કરતા હતા. બાદમાં હું જતાં મને પણ ચુંબન કરતાં અમે બન્ને ઑફિસમાંથી બહાર નીકળી ગયાં હતાં. ત્યાર બાદ અનિલે રોશનીને જણાવ્યું કે મારી પત્ની બુધવારે ગુરુદ્વારામાં જાય છે એ દિવસે ઘરે આવજે. પગાર ત્રણ લાખ રૂપિયા છે કહી જે કંઈ પણ જોઈએ એ આપવા કહ્યું હતું. હૉસ્પિટલથી છૂટીને ઘરે જતી વખતે સુપરિન્ટેન્ડન્ટ અનિલે રોશનીનો પીછો કરી ઘરનું સરનામું જાણી લઈ છેડતી કરતાં તેણે હૉસ્પિટલમાં અરજી આપી હતી. તે દરમિયાન સાથે કામ કરતી પારુલ (નામ બદલ્યું છે)ની પણ અનિલ છેડતી કરતો હોઈ તેણે પણ હૉસ્પિટલને અરજી આપી હતી. શનિવારે રોશની અને પારુલ હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે સુપરવાઇઝરે બન્નેને નોકરી પરથી કાઢી મૂક્યાં હોવાનું જણાવ્યું હતું, જેથી કારણ પૂછતાં ડૉ. અનિલે કહ્યું કે મેં કાઢ્યા નથી અને ગાળ આપતાં બન્નેએ ચંપલ ફેંકતાં મામલો ગરમાયો હતો. એથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ બીજી તરફ ડૉ. અનિલ પણ ફરિયાદ નોંધાવવા મોડી સાંજ સુધી બેસી રહ્યા હતા.

gujarat Crime News