સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : ગિરનારમાં 8 ઇંચ વરસાદ

08 August, 2020 11:03 AM IST  |  Rajkot | Agencies

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : ગિરનારમાં 8 ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં તોફાની બે ઇંચ વરસાદ બાદ મધ્યમ ગતિએ વધારાનો માત્ર બે ઇંચ વરસાદ જ વરસ્યો છે પરંતુ રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવતાં રાજકોટના મેયર સહિત ફાયર સ્ટાફે સ્થિતિની સમીક્ષા કરવા દોડી જઈ આસપાસની સોસાયટીઓને અલર્ટ રહેવા સૂચના આપી છે. રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજતા પુરાણપ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદિર શ્રાવણના પાવન દિવસોમાં મેઘરાજાએ જળાભિષેક કર્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે અર્ધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરનારમાં ૮ ઇંચ, રાજુલા સલાયામાં ૧૨૫ મિમી. જાફરાબાદ ૯૨ મિમી, કલ્યાણપુરા ૮૧ મિમી, દામનગર ૮૦ મિમી, ખંભાળિયા ૬૬ મિમી, ભાણવડ ૫૯ મિમી, ભાટિયા ૬૫ મિમી, પોરબંદર ૪૭ મિમી, કુતિયાણા ૫૦ મિમી, કેશોદ ૫૬ મિમી, વંથલી ૪૪ મિમી, રાણાવાવ ૪૪ મિમી, જૂનાગઢ ૧૦૦ મિમી, લાલપુર ૪૦, જામજોધપુરમાં ૩૦ મિમી, મોરબી ૫૪ મિમી, ટંકારામાં ૫૯ મિમી વરસાદ પડ્યો હતો.

gujarat saurashtra Gujarat Rains rajkot