વરૂણદેવને રિઝવવા અને સરકારને જગાડવા ખેડૂતોએ કરી રામધૂન

13 July, 2019 02:36 PM IST  |  રાજકોટ

વરૂણદેવને રિઝવવા અને સરકારને જગાડવા ખેડૂતોએ કરી રામધૂન

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

રાજકોટના પડધરી ગામના ખેડૂતો વરસાદન ન પડવાના કારણે પરેશાન છે. તાલુકાના ખીજડિયા ગામે ખેડૂતોએ સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ મળે અને વરૂણદેવ મહેરબાન થાય તે માટે ખેતરમાં જ રામધૂન બોલાવી. રાજ્યના દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ખૂબ જ વરસાદજ પડી રહ્યો છે. નદી-નાળા છલકાઈ રહ્યા છે. રસ્તાઓ વહી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો. જેના કારણે ખેડૂતોના પાક પર અસર પડી રહે છે.

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

સૌરાષ્ટ્રના ખેતી આધારિત તાલુકાઓમાં ખેડૂતોનો 25 ટકા પાક બળી ગયો છે. કિસાન સંઘે ખેડૂતો સાથે મળીને ખેતરમાં રામધૂન કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ મોકલે અને સરકારના અને વીમા કંપનીને સદબુદ્ધિ આપે. જેથી તેઓ પાક વીમાની ચૂકવણી કરે.

આ પણ વાંચોઃ પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી

રાજ્યમાં કુલ 23 ટકા વરસાદ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત તો સારી થઈ હતી, જો કે વરસાદની એવરેજ જળવાઈ નથી. રાજ્યના અનેક વિસ્તારો હાલ પાણી માટે ટળવળી રહ્યા છે. મેઘરાજાને રિઝવવા માટે પૂજા પાઠ, હવન થઈ રહ્યા છે, પરંતુ જુલાઈના 10 દિવસ વીતવા છતાંય વરસાદના એંધાણ નથી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા પ્રમાણે 9 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ અટકી ગયો છે. 7 જુલાઈ સુધી રાજ્યમાં રોજનો સરેરાશ 21.69 મિમી વરસાદ નોંધાયો છે. પરંતુ 9 જુલાઈ બાદ આ એવરેજ ઘટીને માત્ર 5.62 મિમી થઈ ગઈ છે. 11 જુલાઈ સુધી રાજ્યમાં 23.73 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જે સિઝનના કુલ વરસાદના ત્રીજા ભાગનો છે.

કોઈ સિસ્ટમ નથી સક્રિય

જો કે આગમી 5 દિવસ સુધી હજીય રાજ્યમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારનું કહેવું છે કે,'દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ કોઈ સિસ્ટમ નથી બની રહી. એટલે દક્ષિણ ગુજરાતને બાદ કરતા બીજે ક્યાંય વરસાદ નહીં પડે.'

rajkot gujarat Gujarat Rains