સ્ટ્રિક્ટ સૂચનાઃ કોઈએ ઘરમાં રહેવાનું નથી: વિજય રૂપાણી

14 June, 2019 08:04 AM IST  |  રાજકોટ

સ્ટ્રિક્ટ સૂચનાઃ કોઈએ ઘરમાં રહેવાનું નથી: વિજય રૂપાણી

વિજય રૂપાણી

બુધવારે મોડી રાતે અને ગુરુવારે બપોર સુધીમાં ‘વાયુ’ સાઇક્લોન ગુજરાતના દરિયાકાંઠે પહોંચે એવી જાહેરાત થયા પછી ગુજરાતના મુખ્યૂપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈ ધારાસભ્યએ પોતાના ઘરમાં નથી રહેવાનું અને મતવિસ્તારમાં ફરતા રહીને લોકોપયોગી કામો કરવાનાં છે. જે વિસ્તારમાં જોખમ નહોતું એ વિસ્તારના ધારાસભ્યોને એવી સૂચના આપવામાં આવી હતી કે તેમણે કાર્યાલયમાં રહેવું, જેથી જરૂર પડે ત્યારે જરૂરી વિસ્તારમાં તેમને દોડાવી શકાય. આ સૂચનાનું પાલન દૃઢપણે કરવામાં આવ્યું હતું અને બીજેપીના તમામ ધારાસભ્યો ગઈ કાલે આખી રાત બહાર ફરતા રહ્યા હતા અને જોખમી વિસ્તારોની મુલાકાત લેતા હતા.

આ પણ વાંચો : વીડિયોમાં જુઓ વાયુની ભયાનક અસર, ક્યાંક બાકડો ઉડ્યો, ક્યાંક ટાવર પડ્યું

ધારાસભ્યો માટે આ સૂચના હતી તો મંત્રીઓને દરિયાકાંઠાના વિસ્તારો, જ્યાં ‘વાયુ’ની અસર સીધી થવાની હતી એ વિસ્તારોમાં જવાની સૂચના આપવામાં આવી હતી. ગુજરાત સરકારના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે ‘અમારા મોટા ભાગના મંત્રીઓ સોમનાથ, વેરાવળ અને પોરબંદરની મુલાકાતે સાઇક્લોનની રાતે ગયા છે. વીસ વર્ષ પહેલાં એવું નહોતું બનતું. ત્યારે પ્રધાનો ઘરમાં બેસી રહે‌તા, પણ આ વખતે ફીલ્ડમાં હતા અને જોખમવાળી જગ્યાએ લોકોની સાથે હતા.’ આ સૂચના નરેન્દ્ર મોદી દ્વારા અપાઈ હોવાનું બીજેપીના ટોચના નેતાઓ કહે છે.

Vijay Rupani rajkot gujarat gujarati mid-day