11 December, 2025 06:17 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ તેની મહિલા બિઝનેસ પાર્ટનર પર હુમલો કર્યો હતો. આ વર્ષે જૂનમાં શહેરના શિતલ પાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં બનેલી આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી. હુમલાનો એક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો હતો. આ મામલે હવે 9 ડિસેમ્બરે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીનું નામ મૌલિક નાદપારા છે. અહેવાલો અનુસાર, નાદપારાને જ્યારે મહિલાએ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. સીસીટીવી ક્લિપમાં જોઈ શકાય છે કે મહિલા ખુરશી પર બેઠી હતી ત્યારે આરોપીએ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેણે તેના વાળ ખેંચીને તેને ખુરશી પરથી નીચે ખેંચી લીધી.
હુમલાનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે
અહેવાલ મુજબ, 36 વર્ષીય મહિલાએ 60 લાખ રૂપિયાની લોન લીધી હતી અને પૅકેજિંગ પ્રોડક્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણે 150 ફૂટ રિંગ રોડ પર શિતલપાર્ક સર્કલ ખાતે ‘ધ સ્પાયર 2’ બિલ્ડિંગમાં એક ઑફિસ શરૂ કરી હતી. જ્યારે ધંધો ઘટવા લાગ્યો, ત્યારે મહિલાએ નાદપરાને ધ્યાન આપવાનું શરૂ કરવા કહ્યું. જોકે, તેનાથી આરોપી પુરુષ ઉશ્કેરાઈ ગયો અને મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. પછી તેણે તેનું ગળું પકડીને નીચે ખેંચી માર માર્યો. મહિલાએ આરોપ કર્યો હતો કે નાદપરાએ તેને લાત, મુક્કા અને પ્લાસ્ટિક પાઇપથી માર માર્યો હતો. આ દરમિયાન, ઓનલાઈન સામે આવેલા અન્ય એક સીસીટીવી ફૂટેજમાં, આરોપી મહિલાને તેની પુત્રીની સામે પણ માર મારતો પણ જોઈ શકાય છે. તેણે તેનું ગળું પકડીને તેને નિર્દયતાથી માર માર્યો હતો. અહેવાલ મુજબ, નાદપરા મહિલા પર ત્યાં સુધી હુમલો કરતો રહ્યો જ્યાં સુધી તે પડી ન ગઈ. મહિલાએ 9 ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી પાર્ટનર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટમાં વધુ એક સમાન ઘટના બની હતી
ગુજરાતના રાજકોટમાં એક વ્યક્તિનો તેની મહિલા બિઝનેસ પાર્ટનર સાથે ખાતાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ દરમિયાન આ વ્યક્તિએ મહિલાને માર માર્યો હતો. પોલીસનું કહેવું છે કે ચિરાગ ચંદારાણા નામના યુવાને દુકાનમાં તેના બિઝનેસ પાર્ટનરને જોરદાર મુક્કા અને થપ્પડ માર્યા હતી. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ, રાજકોટના અમીન માર્ગ પર `વેલ્યુ ફેસ સ્ટુડિયો` નામની કપડાની દુકાન આવેલી છે. ચિરાગ ચંદારાણા અને એક મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પાર્ટનરશીપમાં આ દુકાન ચલાવતો હતો. ચિરાગે તેની માનેલી બહેન અને બિઝનેસ પાર્ટનર સાથે દુકાનનો હિસાબ પતાવ્યો અને બે લાખ રૂપિયાની માગણી કરી.