રથયાત્રા પહેલા ગૃહપ્રધાન પ્રદિપ સિંહે કરી સમીક્ષા, પોલીસની ચાંપતી નજર

29 June, 2019 02:16 PM IST  | 

રથયાત્રા પહેલા ગૃહપ્રધાન પ્રદિપ સિંહે કરી સમીક્ષા, પોલીસની ચાંપતી નજર

ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ કરી સમીક્ષા

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની 142મી યાત્રાને લઈને પ્રસાશન સજ્જ દેખાઈ રહ્યું છે. જગન્નાથજીની યાત્રા પહેલા ચુસ્ત બંદોબસ્ત કરાઈ રહ્યો છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપ સિંહે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને યાત્રા તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગૃહપ્રધાન પ્રદીપ સિંહ સાથે પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહે પણ પોલીસ તૈયારીની સમીક્ષા કરી હતી.

ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા રથયાત્રાના રૂટનું નિરક્ષણ કર્યું હતું. રૂટના નિરિક્ષણ દરમિયાન પ્રદીપ સિંહે કહ્યું હતું કે, રથયાત્રાના રૂટમાં 94 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેની મદદથી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ચાંપતી રાખી નજર શકાય. આ સિવાય 25,000 જેટલા પોલીસ જવાન ખડાપગે સુરક્ષા પૂરી પાડશે.

આ પણ વાંચો: રથયાત્રાઃ મેયરે કર્યું રથયાત્રાના રૂટનું નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ દોરમાં

રથયાત્રાના રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનમાં 25000 પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત રહેશે. બીડીડીએસ, કવિક રિસ્પોન્સ ટીમ, એનસેજીની ટીમ પણ રહેશે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી આખી રથયાત્રા પર સતત નજર રાખવામાં આવશે. 45 જગ્યાએ 94 કેમેરા, સાત જેટલા વહીકલમાં કેમેરા લગાવવામાં આવશે. જે કંટ્રોલરૂમ સાથે સીધો કનેક્ટ રહેશે.

Rathyatra gujarati mid-day