11 August, 2019 09:07 PM IST |
બંગાળની ખાડીનાં લો-પ્રેશરના કારણે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાર્વત્રિક સારા પ્રમાણમાં પડેલા વરસાદના કારણે સીઝનનો 83.12 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. પૂરતા પ્રમાણમાં વરસાદના કારણે રાજ્યમાં હવે આવનારા એક વર્ષ સુધી પીવાનું પૂરતુ પાણી મળી રહેશે. સિંચાઈના પાણી માટે પણ સવાલો ઉભા થશે નહી તેવુ માનવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, ગુરુવાર રાતથી શનિવાર સવાર સુધી વરસેલા વરસાદમાં કુલ રાજ્યમાં કુલ 528.8 મિ.મી વરસાદ વરસ્યો હતો જ્યારે 1 જૂનથી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સરેરાશ 458.8 મિ.મી છે. સરેરાશ વરસાદ કરતા રાજ્યમાં 15 ટકા જેટલો વરસાદ વધારે વરસ્યો છ
હવામાન વિભાગ અનુસાર રાજ્યના 6 જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છના નખત્રણામાં 12.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 25 ઈંચ અને સીઝનનો 27 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા,23 ગામો એલર્ટ
પાણીનું પ્રમાણ વધી જતા રાજ્યના અનેક ડેમ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 3 દરવાજા શનિવારે ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ રવિવાર સવારે પણ 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં પણ કડાણા, ઉકાઈ, સુખી, પાનમ જેવા ડેમમાં પાણીઓ આવક વધતા દરવાજા ખુલ્લા મુકી દેવાયા છે. ગુજરાતમાં કુલ 204 ડેમ પૈકી 100% ભરાયેલા 17 સહિત 27 ડેમમાં જળબંબાકાર હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું હતું.