Gujarat Floods : ભારતીય નૌકાદળે જામનગરમાં 400 લોકોને ઉગાર્યા

14 September, 2021 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અત્યાર સુધીમાં એક ગર્ભવતી મહિલા સહિત લગભગ 400 લોકોને બચાવવામાં આવ્યા છે

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

ગુજરાતના જામનગર જિલ્લામાં અવિરત વરસાદને પગલે ભારતીય નૌકાદળની છ બોટ દ્વારા અત્યાર સુધીમાં એક ગર્ભવતી મહિલા સહિત લગભગ 400 લોકોને બચાવવામાં આવ્યા છે, એમ સત્તાવાર સૂત્રો મારફતે ઇન્ડિયન એક્સ્પ્રેસે મંગળવારે અહેવાલ આપ્યો છે.

જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં સિવિલ એડમિનિસ્ટ્રેશનને મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની વિનંતી પર આઈએનએસ વાલસુરામાંથી 75 કર્મચારીઓની પાંચ ટીમો તહેનાત કરવામાં આવી છે.

દરમિયાન નૌકાદળની એક ટીમે સોમવારે રાત્રે 600 ફસાયેલા લોકોને ભોજનનું વિતરણ કર્યું હતું. વધુમાં, મંગળવારે સવારે વધુ એક ટીમ ત્રણ સ્થળોએ 300થી વધુ લોકોને ખોરાક અને પાણીનું વિતરણ કરવા માટે મોકલવામાં આવી હતી.

gujarat news Gujarat Rains jamnagar indian navy