અમદાવાદઃ શહેરના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

14 June, 2019 12:51 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ શહેરના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

અમદાવાદના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

વિચાર કરો એ સ્થિતિની જ્યારે તમને ટ્રાફિક સિગ્નલ પર રાહ જોવી કેટલી કંટાળાજનક લાગે છે. જ્યારે તમે જુઓ કે બીજી લેનનું સિગ્નલ ગ્રીન છે પણ ત્યા કોઈ વાહન જ નથી. જ્યારે તમે રાહ જોઈ રહ્યો છો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે અમદાવાદના ટ્રાફિક સિગ્નલોને સ્માર્ટ બનાવવામાં આવશે.

ટ્રાફિક પર કંટ્રોલ કરવું સરળ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અડેપ્ટિવ ટ્રાફિક સિગ્નલ કંટ્રોલ(ATSC) સિસ્ટમ લાવી રહી છે. જેમાં જેવો ટ્રાફિક ક્લીઅર થઈ જશે કે તરત જ સિગ્નલ બંધ થઈ જશે અને બીજી લેન માટે સિગ્નલ ખુલી જશે. અત્યારે ટ્રાફિક સિગ્નલ પરના ટાઈમર્સ ફિક્સ કરેલા છે. જ્યારે નવા ટ્રાફિક સિગ્નલ આવી જશે ત્યારે તે ટ્રાફિકના હિસાબે કામ કરશે. જેથી વાહનચાલકોનો સમય બચશે.

કેવી રીતે સિગ્નલ કરશે કામ?
ATSC સિગ્નલ્સ કેમેરાથી કામ કરશે. જો તેની 30 મીટરની રેન્જમાં કોઈ વાહન નહીં હોય તો સિગ્નલ જાતે જ બંધ થઈ જશે અને બીજી લેન માટે રસ્તો સાફ થઈ જશે. આ માટે કેમેરા લગાવાઈ ચુક્યા છે. અને 10 સિગ્નલ પર ટ્રાયલ શરૂ થઈ જશે. જે કેવી રીતે કામ કરે છે તેના આધાર પર આખા શહેરમાં આ સિસ્ટમ અમલમાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ આવશે અમલમાં
પાટલોટ પ્રોજેક્ટ તરીકે આ ટેક્નોલોજી પંચવટી ચાર રસ્તા, પરિમલ ચાર રસ્તા, આંબાવાડી, સીએન વિદ્યાલય, નહેરૂનગર, શિવરંજની ચાર રસ્તા, જોધપુર સર્કલ, સ્ટાર બજાર ચાર રસ્તા, રામદેવ નગર ચાર રસ્તા, અને ઈસ્કોન ચાર રસ્તા પર લગાવવામાં આવશે. અહીં કામ શરૂ થઈ ગયું છે અને એકાદ મહિનામાં તે પૂર્ણ પણ થઈ જશે. આ પાયલોટ પ્રોજેક્ટની કિંમત 75 લાખ છે અને જો તે સફળ થશે તો આ સ્માર્ટ સિગ્નલ આખા શહેરમાં લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતના 10 હજાર પરિક્ષાર્થીઓ પરીણામથી નાખુશ, પેપર રી-ચેક કરવા અરજી કરી

AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટના કહેવા પ્રમાણે, "ખમાસા ચાર રસ્તા પર અનેક ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ જોવા મળી રહી છે. ટાઈમર્સ ટ્રાફિક સાથે સિન્કમાં નથી. જેના કારણે અનેક લોકોને ઈ-મેમો મળી રહ્યા છે. આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે. આવી સમસ્યાઓના સમાધાન માટે અમે ATSC લાવી રહ્યા છે."

ahmedabad gujarat