અમદાવાદના રિક્શાવાળાની આ વાત તમે સાંભળી કે નહીં?

15 June, 2019 06:20 PM IST  |  અમદાવાદ

અમદાવાદના રિક્શાવાળાની આ વાત તમે સાંભળી કે નહીં?

અમદાવાદના રિક્શાવાળાની આ વાત તમે સાંભળી કે નહીં?

ટ્રાફિક સિગ્નલ પર ઉતાવળ ન કરશો...હોર્ન ના મારશો, ઈ-મેમો ભરી ભરીને થાકી ગયો છું...મહેરબાની કરીને શાંતિ રાખજો અને નિયમોનું પાલન કરજો....આ સૂચના કોઈ ટ્રાફિક પોલીસ કર્મી કે અધિકારી નથી આપી રહ્યા. અમદાવાદના એક રિક્શાવાળાએ પોતાની રિક્શાની પાછળ આ સૂચના લગાવી છે.  તસવીર પરથી એવું લાગે છે કે આ ભાઈ રોજ રોજની ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા છે.

રિક્શા પાછળ લગાવેલી પહેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક સિગ્નલ પર ઉતાવળ ન કરશો. લોકોને એમ લાગે કે સિગ્નલ બંધ થવાનું છે અથવા તો ખુલવામાં જ છે, એટલે લોકો ઉતાવળા થવા લાગે છે. આ પહેલી સૂચના આવા લોકો માટે છે.


બીજી સૂચના છે હોર્ન ન મારશો. હોર્નથી એક તો ધ્વનિ પ્રદૂષણ થાય છે. સાથે સાથે આસપાસના લોકો ચિડાઈ જાય છે. લાગે છે હોર્નના અવાજ સાંભળીને આ ભાઈ પણ થાકી ગયા છે. એટલે જ આવું કહે છે. સાથે એમ પણ કહ્યું છે કે હું ઈ-મેમો ભરીને થાકી ગયો છું. જેના પરથી એવું ફલિત થાય છે કે આ ભાઈએ ઈ-મેમો ભર્યા બાદ હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ શહેરના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

ત્રીજી સૂચના છે મહેરબાની કરીને શાંતિ રાખજો અને નિયમોનું પાલન કરજો. આ સૂચના વાંચનારા તમામ લોકોનો રિક્શાવાળા ભાઈ શાંતિ રાખવાનું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. તો તમે પણ કરજો હો ટ્રાફિકના નિયમોનું પાલન અને માનજો તેમની વાત.

ahmedabad gujarat