અમદાવાદઃ ગુજરાત યુનિ. પાસે AMTSની બસમાં લાગી આગ

19 August, 2019 09:49 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિ. પાસે AMTSની બસમાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાત યુનિ. પાસે AMTSની બસમાં લાગી આગ

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા AMTS બસ સ્ટોપ પાસે ઉભેલી એક બસમાં સવારે આગ લાગી હતી. સવારના સમયે જ્યારે ડ્રાઈવરે બસ ચાલુ કરી ત્યારે તેમાંથી અચાનક ધુમાડા નીકળવાના ચાલુ થઈ ગયા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાની નથી થઈ.

બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે બસને નુકસાન થયું છે. બસમાં અચાનક આગ લાગતા આસપાસમાં લોકો ટોળે વળી ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અહેવાલો પ્રમાણે વસ્ત્રાલથી યુનિવર્સિટી રૂટની બસમાં આગ લાગી છે.

ahmedabad gujarat