સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રવેશ-ટિકિટ સાથે ચેડાં : વધુ ભાવ વસૂલાયાની ફરિયાદ

12 May, 2019 08:34 AM IST  |  કેવડિયા | (જી.એન.એસ.)

સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રવેશ-ટિકિટ સાથે ચેડાં : વધુ ભાવ વસૂલાયાની ફરિયાદ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના એક મામલતદારે કેવડિયા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ-ટિકિટ સાથે ચેડાં કરીને પ્રવાસીઓ પાસેથી વધુ રકમ ઊઘરાવાઈ હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં મુંબઈની એજન્સીએ બે પ્રવાસીઓ પાસેથી દર કરતાં વધુ નાણાં ખંખેર્યાં હોવાનો આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ સ્ટૅચ્યુ ઑફ યુનિટીની ઑનલાઇન એક્સપ્રેસ ટિકિટની કિંમત ૧૦૦૦ રૂપિયાની જગ્યાએ ટ્રાવેલ્સ એજન્સીએ ટિકિટ સ્કેન કરી જેની પીડીએફ બનાવી ઍડિટ કરી જ્યાં ૧૦૦૦ લખેલા હતા ત્યાં ૧૫૦૦ રૂપિયા લખી પ્રવાસીઓ પાસેથી ૧૫૦૦ ઊઘરાવ્યા હતા. ટિકિટ સાથે ચેડાંનો કેસ સામે આવ્યો ત્યારે ટ્રાવેલ્સ કંપનીએ પ્રવાસીઓ સાથે ૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આમ સ્ટૅચ્યુ પાસેથી આવા બે પ્રવાસીઓ મળી આવ્યા કે જેમની ટિકિટ ૧૫૦૦ રૂપિયાની હતી એટલે તેમને સ્ટૅચ્યુના કર્મીઓએ વાત કરતાં છેતરાયાની અનુભૂતિ કરી જેમને પુછાતા દીપક ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ નામની મુંબઈસ્થિત એજન્સીએ બે પ્રવાસીઓ સાથે ૧૫૦૦ની ટિકિટ બનાવી ૫૦૦ લેખે બે ટિકિટના ૧૦૦૦ રૂપિયાનો પ્રવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો.

આ પણ વાંચો : સોમનાથ મહાદેવના 69મા સ્થાપના દિવસની આ રીતે થઈ ઉજવણી

આ અંગેની તપાસ કેવડિયા પોલીસે સ્ટૅચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી હાથ ધરી છે જેથી બીજા એજન્સીઓ પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડી ન કરે એ અંગે તપાસ કરતાં અધિકારી ડીવાયએસપી અચલ ત્યાગીએ જણાવ્યું કે આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે અને અહીંની પોલીસ ટીમ મુંબઈ જઈને આગળની કાર્યવાહી કરીને ઇસમની ધરપકડ પણ કરશે.

statue of unity gujarat ahmedabad