રાજકોટવાસીઓ આનંદો, આજી-૧માં નર્મદાનાં નીરની પધરામણી

11 May, 2019 11:03 AM IST  |  રાજકોટ

રાજકોટવાસીઓ આનંદો, આજી-૧માં નર્મદાનાં નીરની પધરામણી

Image Courtes : Youtube

રાજકોટ શહેર સહિત જિલ્લાનાં અનેક ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં બે-ત્રણ દિવસે પાણી મળી રહ્યું છે એવામાં રાજકોટને જો વરસાદ સુધી પાણીની અછતથી દૂર રાખવું હોય તો નર્મદાનો સહારો લેવો પડે એવી સ્થિતિ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મદદ લઈને રાજકોટ આજી-૧ને ભરવાની શરૂઆત કરી છે જેમાં શુક્રવારે સવારે નર્મદા નીર પહોંચી ગયું છે. જ્યારે રાત સુધીમાં ન્યારી ૧ ડૅમમાં પણ નર્મદા નીર પહોંચી ગયું.

ગયા વર્ષે નબળા ચોમાસાને કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોમાં પૂરતો પાણીનો જથ્થો નથી ત્યારે મુખ્ય પ્રધાન રૂપાણીએ આજી-૦૧ ડૅમમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું હતું તેમ જ શુક્રવાર રાત સુધીમાં ન્યારી-૦૧ ડૅમમાં પણ નર્મદાનાં નીરની આવક શરૂ થઈ જશે. રાજકોટ શહેરને ૨૦૧૯ની ૩૧ જુલાઈ સુધી પાણીનો જથ્થો જળવાઈ રહે એ ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળનું પાણી આપવા પમ્પિંગ શરૂ કર્યું, જેના કારણે આજી-૦૧ ડૅમમાં નર્મદાનું પાણી ગઈ કાલ રાતથી પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ જ્વેલર્સોમાં BISનું ચેકિંગ, સુવર્ણકારોમાં ઘેરા પ્રત્યાઘાત

આ ઉપરાંત ન્યારી-૧ ડૅમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે પમ્પિંગ શરૂ કર્યું છે. ડૅમ આધારિત સેન્ટ્રલ ઝોન વિસ્તારને પાણી વિતરણ માટે નર્મદા કનૅલ મારફત બેડી સુધી નર્મદાનું વધુ પાણી મેળવી જ્યુબિલી ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને જ્યુબિલી ઝોનથી ગુરુકુલ ઝોનમાં પાણી ટ્રાન્સફર કરી શકાય એ માટે તાજેતરમાંજ જ્યુબિલી ખાતે ૩ નવા પમ્પ મૂકવામાં આવ્યા છે, જેના કારણે દૈનિક વીસ મિનિટ પાણી વિતરણ કરી શકશે. આમ શહેરને દૈનિક વીસ મિનિટ પાણી મળશે.

rajkot gujarat news