ઉત્તર ગુજરાતનાં 400 તળાવોમાં નર્મદાનાં પાણીથી છલકાવી દેવાશે: નીતિન પટેલ

08 August, 2019 07:58 AM IST  |  ગાંધીનગર

ઉત્તર ગુજરાતનાં 400 તળાવોમાં નર્મદાનાં પાણીથી છલકાવી દેવાશે: નીતિન પટેલ

નીતિન પટેલ

મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ બેઠકમાં ભારત સરકારનાં પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ કૅબિનેટમાં પસાર કરવામાં આવ્યો અને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં એનો કાર્યક્રમ રાજ્ય સરકાર તરફથી પ્રજાકીય લોકાર્પણનો કાર્યક્રમ હવે આજે બપોરે રાખવામાં આવ્યો છે. એની તૈયારીઓની કૅબિનેટમાં ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

પત્રકાર પરિષદ યોજીને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જોકે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી. આ વિસ્તારોમાં પાણી આવે એવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે. ઘણાબધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારાસભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાંઓમાં પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય એવી સ્થિતિ છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં ડેરો જમાવશે અમૂલ ડેરી, યુવાનોને મળશે રોજગારી

સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા ઉત્તર ગુજરાતની નર્મદાનું પાણી ૪૦૦થી વધુ તળાવોને ભરવામાં આવશે, જેની શરૂઆત આપણાથી કરવામાં આવશે. પશુઓને પીવા માટેનું પાણી ઉપલબ્ધ થઈ શકશે. આ જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પણ જ્યારે પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી આપવામાં આવશે કે જેનો પાક બચાવવા માટે વધારે પાણી આપવું જરૂરી છે. એ વિસ્તારોમાં પણ પાણી આપવામાં આવશે.

gujarat gandhinagar Nitin Patel Gujarat Rains