21 February, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્રીષ્મા હત્યાની પ્રકરણના પડઘા હજી શાંત નથી થયા ત્યાં સુરતના પલસાણામાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત(Surat)ના પલસાણા તાલુકામાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષીય માસૂમ બાળકીને અજાણ્યા હેવાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આટલું જ નહીં બાળકીને પીંખીને ગંભીર હાલતમાં છોડીને ત્યાંથી નરાધમો ફરાર થઈ ગયા હતાં.
આ ઘટનાને પગેલ સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો હતો. પરિવારે બાળકીને શોધતાં જે હાલતમાં મળી તે જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં પરિવારે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયાપરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બાળાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
પલસાણા તાલુકાના એક ગામમાં 11 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવતાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે પલસાણા પોલીસ, જિલ્લા એલસીબી તેમજ એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ અંગે ચક્રોગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે બે શકમંદોની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
સુરતમાં બનતી ક્રાઈમની ઘટનાઓને જોતા એવું લાગે છે કે શહેરમાં જાણે કાયદો અને વ્યસ્થા પાંગળી બની હોય.ગંભીર ગુન્હાઓ અટકવાનું નામ નથી. ત્યારે આ આ ઘટનાએ ફરી ચકચાર મચાવી છે. બે બાળાઓ ઘરમાં એકલી હતી. તેમના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા. આ સમયનો લાભ ઉઠાવી નરાધમોએ ઘટનાને અંજામ આપ્યો હતો.