નવસારી: મુસ્લિમ ગામ પાસેથી મર્કઝના લોકો શીખે, લૉકડાઉન એટલે શું…

09 April, 2020 07:14 AM IST  |  Navsari | Ronak Jani

નવસારી: મુસ્લિમ ગામ પાસેથી મર્કઝના લોકો શીખે, લૉકડાઉન એટલે શું…

નવસારીમાં મસ્જિદને તાળાં મારી દીધાં

નિઝામુદ્દીન મર્કઝમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન થતાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે અને આ વધતા કેસ મામલે ખાસ કરીને તબ્લિગી જમાતની એક મોટી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેના કારણે સમગ્ર સમાજને ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે મુસ્લિમ સમાજના કેટલાક લોકો એવા પણ છે જે પ્રથમ દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ સરકારના નિયમનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. 

ગુજરાતના સુરત-નવસારીની હદમાં આવેલાં મુસ્લિમ વસ્તી ધરાવતાં અસંખ્ય ગામોએ ભારત સરકાર દ્વારા જાહેર લૉકડાઉનને સમર્થન આપ્યું છે અને પ્રથમ દિવસથી જ મદરેસાના વિદ્યાર્થીઓને રજા આપી ગામની મસ્જિદોને તાળાં મારી દીધાં છે. સુરત-નવસારી વચ્ચે મીંઢોળા નદીના કિનારે વસેલા મુસ્લિમ વસ્તી ધરાવતાં તમામ ગામો પોલીસ બંદોબસ્ત વગર લૉકડાઉનનો અમલ કરી રહ્યાં છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ સીમલક ગામમાં ૮૦૦૦થી વધુની મુસ્લિમ વસ્તી ધરાવતું ગામ  છે. ગામમાં ૧૧૫ વર્ષ જૂની અને દેશની બીજી સૌથી મોટી મદરેસા આવેલી છે જેમાં ભારત સહિત દુનિયાના દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ઇસ્લામની તાલીમ લેવા આવે છે. ગામમાં ૭ મસ્જિદો છે જેમાં મોટી સંખ્યામાં લોકો અલ્લાહની ઇબાદત કરતા હોય છે. જોકે કોરોના વા‌ઇરસની મહામારી સામે લડવા ભારત સરકારે સમગ્ર દેશને લૉકડાઉન જાહેર કર્યો છે ત્યારથી ગામની તમામ સાતેય મોટી મસ્જિદોના મૌલાનાઓએ મસ્જિદના દરવાજા પર નોટિસ સાથે તાળાં લગાવી દીધાં છે. ગામના આગેવાનોએ લૉકડાઉનનો અમલ કરવા સાથે બહારગામથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે અને કોઈ એવી માહિતી હોય તો સરકારને જાણ કરવા સૂચના આપી છે ત્યારે તબ્લિગી જમાતના લોકોએ આ ગામના મુસ્લિમ આગેવાનો પાસેથી ચોક્કસ શીખ લેવી જોઈએ.

દેશની બીજા ક્રમની સૌથી મોટી મદરેસા ધરાવતા ગામે લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારથી જ માત્ર મદરેસા જ નહીં, પણ મસ્જિદને પણ તાળાં મારી દીધાં છે મર્કઝે.

surat gujarat coronavirus navsari