વલસાડ, તાપી અને નવસારીમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી

22 April, 2020 10:02 AM IST  |  Ahmedabad | Agencies

વલસાડ, તાપી અને નવસારીમાં કોરોના વાઈરસે એન્ટ્રી કરી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વધુ ત્રણ જિલ્લામાં કોરોના વાઇરસની એન્ટ્રી થઈ છે. રાજ્યના તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં કોરોના વાઇરસના પ્રથમ પૉઝિટિવ કેસ મળી આવ્યા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પૉઝિટિવ આવ્યો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં પહેલો કોરોના પૉઝિટિવ કેસ સામે આવ્યો છે. તેમ જ નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. આમ વધુ ત્રણ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં ગુજરાતના ૨૮ જિલ્લા કોરોનાગ્રસ્ત થયા છે. હવે ફક્ત પાંચ જિલ્લા જ કોરોનામુક્ત રહ્યા છે. નવસારીની વાત કરીએ તો હાંસાપોર ગામના ૪૨ વર્ષના પુરુષનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. કોરોના પૉઝિટિવ વ્યક્તિ સુરતના કોરાનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવ્યો હતો. ઓખાથી બસમાં નવસારી આવતાં સુરતની પૉઝિટિવ વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. પ્રથમ કેસ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.

વલસાડની વાત કરીએ તો ઉમરગામ તાલુકાના દેહરીના માંગેલવાડના ૩૦ વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે. કોઈ ટ્રાવેલ હિસ્ટરી નહીં હોવા છતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. વાપીની જનસેવા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. તાપીની વાત કરીએ તો મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટરી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પૉઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે. આ પછી આજે વલસાડના ડુંગરી પોલીસના જીઆરડી જવાનને પણ કોરોના પૉઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં વલસાડનું તંત્ર દોડતું થયું છે. જીઆરડી જવાનના સંપર્કમાં આવેલા તમામને વલસાડ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

gujarat navsari coronavirus covid19