અમદાવાદ શહેર કોંગ્રેસમાં ટિકિટ મામલે વિવાદ, સમાધાનના પ્રયાસોમાં પ્રભારી

30 January, 2019 12:54 PM IST  | 

અમદાવાદ શહેર કોંગ્રેસમાં ટિકિટ મામલે વિવાદ, સમાધાનના પ્રયાસોમાં પ્રભારી

અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિખવાદ!

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીત આવી રહી છે તેમ તેમ ટિકિટની ફાળવણીને લઈને વિવાદ પણ વધી રહ્યો છે. અમદાવાદ માટે ઉમેદવાર નક્કી કરવા મામલે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેનો ઉકેલ લાવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોડી રાત્રે 3 વાગ્યા સુધી બેઠક લીધી હતી. અહેવાલો છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને લઈને આગેવાનો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.

શહેર કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદને ડામવા માટે ખુદ પ્રદેશ પ્રભારીએ ત્રણેય આગેવાનોને સમજાવ્યા. જો કે ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો આગ્રહ હતો કે પક્ષના એક નેતા સામે પગલા ભરવામાં આવે જેની ખાતરી આપવામાં આવતા હાલ તો વિવાદ ટળી ગયો છે. આ બેઠકમાં ટિકિટની ફાળવણી મામલે પણ ચર્ચા થઈ. અમદાવાદ પશ્ચિમમાં પટેલ ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નવસારી: ફોટોઝમાં જુઓ કેવું છે ઐતિહાસિક દાંડી સ્મારક

અમદાવાદ પૂર્વમાં ટિકિટ માટે એક કરતા વધુ ઉમેદવારો છે. જેથી આ મામલો મોવડી મંડળ પર છોડવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરમાં ચાલુ ધારાસભ્ય સી. જે. ચાવડાને ટિકિટ મળવાની શક્યતા છે.

congress gujarat