20 December, 2019 04:11 PM IST | Vadodara
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો થયો છે. હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે,પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મસ્જિદમાંથી લોકો બહાર નીકળ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયા પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી, ત્યારે કેટલાક લોકોએ વીડિયોગ્રાફી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સમયે 2થી3 છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પથ્થરમારો વધી ગયો હતો અને 10થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જોકે મળી રહેલ માહિતી પ્રમાણે પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનું ફાયરિંગ કરવામાં આવ્યું નથી.
ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો
અમદાવાદમાં હિંસા બાદ વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેથી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે 12 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. અને તોફાનીઓની અટકાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ જુઓ : સંસ્કારી નગરી વડોદરા પાસેની આ જગ્યાઓની અચૂક લો મુલાકાત...
પોલીસ સહિતના વાહનોની તોડફોડ કરાઇ
પટેલ ફળીયા આવેલી મસ્જિદમાંથી જુમ્માની નમાઝ બાદ બહાર નીકળેલા લોકોની પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. જેથી લોકોએ વીડિયોગ્રાફીનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.