ગુજરાતમાં બર્ડ ફ્લુની દહેશત, જૂનાગઢમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળતાં અલર્ટ

05 January, 2021 12:55 PM IST  |  Junagadh | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં બર્ડ ફ્લુની દહેશત, જૂનાગઢમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળતાં અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લુની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળી આવતાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. બર્ડ ફ્લુની આશંકાના પગલે પક્ષીઓના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા છે. રેન્જ ફૉરેસ્ટ ઑફિસરે જણાવ્યું કે ‘ટિંટોડી, બતક અને બગલા સહિત ૫૩ જેટલાં પક્ષીઓ મૃત મળી આવ્યાં છે. જોકે હજી સુધી તેમનાં મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પક્ષીઓનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના મૃતદેહને કબજે કરીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

gujarat junagadh