12 September, 2021 07:55 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ભૂપેન્દ્ર પટેલ. ફોટો/પીટીઆઈ
ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્ય પ્રધાનપદ તરીકે શપથ લેશે, એમ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા પાટીલે કહ્યું કે “ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે અને કાલે માત્ર મુખ્ય પ્રધાન જ શપથ લેશે.” તેમણે ઉમેર્યું કે નવા મંત્રીમંડળની રચના વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ થોડા દિવસોમાં કરવામાં આવશે અને નાયબ મુખ્ય પ્રધાનપદ અંગે વિધાનસભા પક્ષની બેઠકમાં કોઈ ચર્ચા થઈ નથી.
ઉપસ્થિત ભૂપેન્દ્ર પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વડા જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહનો તેમના પરના વિશ્વાસ માટે આભાર માને છે. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના નેતૃત્વ દ્વારા તેમના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે બદલ આભારી છે, જેમાં વિદાયમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સીઆર પાટિલ અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના આશીર્વાદ હંમેશા તેમની સાથે હતા. “સરકારે સારી રીતે કામ કર્યું છે જેથી વિકાસ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે, અમે નવી યોજના બનાવીશું અને વિકાસ કાર્યોને આગળ વધારવા માટે સંગઠન સાથે ચર્ચા કરીશું.”