બેઠક બોલે છેઃ જાણો દાહોદ લોકસભા બેઠકને

15 April, 2019 10:21 AM IST  |  દાહોદ

બેઠક બોલે છેઃ જાણો દાહોદ લોકસભા બેઠકને

જાણો દાહોદ લોકસભા બેઠકને

દાહોદ લોકસભા બેઠક ST માટે આરક્ષિત છે. દધિમતી નદીના કિનારે વસેલુ છે. દાહોદને દોહાદના નામે પણ જાણીતું છે. જેનો અર્થ છે બે સીમાઓ. કારણ કે આ ક્ષેત્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યની સીમા પાસે છે. દાહોદની કચોરી, સમોસા, રતલામી સેવા અને પાણીપુરી જાણીતી છે.

દાહોદમાં 6 લાખ 99 હજાર 578 મહિલા અને 7 લાખ 12 હજાર 183 પુરૂષ મતદારો સાથે કુલ 14 લાખ 11 હજાર 765 મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

દાહોદ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
સંતરામપુર કુબેરભાઈ ડિંડોર ભાજપ
ફતેપુરા રમેશભાઈ કટારા ભાજપ
ઝાલોદ ભાવેશ કટારા કોંગ્રેસ
લીમખેડા શૈલેષભાઈ ભાભોર ભાજપ
દાહોદ વજેસિંહ પાનાડા કોંગ્રેસ
ગરબાડા ચંદ્રિકાબેન બારિયા કોંગ્રેસ
દેવગઢબારિયા બચુભાઈ ખાબડ ભાજપ

લોકસભા ચૂંટણીના પરિણામો

દાહોદ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014 લોકસભા ચૂંટણીમાં જસવંતસિંહ ભાભોરનો કોંગ્રેસના પ્રભાબેન સામે 2 લાખ 30 હજાર 354 મતોથી વિજય થયો હતો.

2009માં 2014મા કોંગ્રેસ તરફથી ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડનો વિજય થયો હતો.જેમણે ભાજપના સોમજીભાઈ ડામોરને હરાવ્યા હતા.

2004માં આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી.  કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડની સામે ભાજપના બાબુભાઈ કટારાનો વિજય થયો હતો.

જાણો દાહોદના સાંસદને
વ્યવસાયે સામાજિક સેવક અને ખેડૂત જસવંતસિંહ ભાભોર ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે. જસવંતસિંહ ભાભોર મોદી સરકારમાં આદિવાસી મામલાઓના કેન્દ્રીય મંત્રી છે.

તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

1995માં પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીતનાર જસવંતસિંહ ભાભોર પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. 1999માં તેઓ નાયબ મુખ્યમંત્રી અને 2001માં રાજ્યમંત્રી બન્યા. 2014 સુધી ગુજરાત સરકારમાં મંત્રીનું પદ સંભાળ્યા બાદ તેઓ 2014માં લોકસભાના સાંસદ બન્યા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો પંચમહાલ લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019માં દાહોદની બેઠક જીતવાની જવાબદારી ભાજપે ફરી જસવંતસિંહ ભાભોરને સોંપી છે જ્યારે કોંગ્રેસે બાબુભાઈ કટારિયાને મેદાનમાં ઉતાર્યા છે.

gujarat Gujarat BJP Gujarat Congress