રાજકોટમાં વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ થયો : ૧૧ની ધરપકડ

16 May, 2020 12:38 PM IST  |  Mumbai Desk | Agencies

રાજકોટમાં વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ થયો : ૧૧ની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનની વચ્ચે એક બાજુ શ્રમિકોને પોતાના વતન જવા માટે કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી ત્યારે કેટલાંક લેભાગુ તત્ત્વો નકલી પાસ આપીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. શહેરમાં આવું જ એક વધુ પાસ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે આ મામલે ૧૧ લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ અમિત મોટવાણી નામની વ્યક્તિએ સ્ટુડિયોમાં ફોટોશૉપની મદદથી પહેલાં એક મિત્રની મદદ કરી અને બાદમાં નકલી પાસ વેચવાનું ચાલુ કર્યું હતું. અમિત ૩૦૦ રૂપિયામાં એક પાસ વેચતો હતો. આ મામલે ઇલેક્ટ્રિશ્યન, એસી રિપેરિંગ કરનાર અને શ્રમિકોએ પાસ ખરીદી કર્યાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે આરોપી અમિત મોટવાણી સહિત ૧૧ની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. લૉકડાઉનના કારણે લોકોને વતનમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા પાસ ઇશ્યુ કરવામાં આવે છે. આ પહેલાં પણ રાજકોટમાં શ્રમિકોને બોગસ પાસ કાઢી આપનાર ત્રણ જણની પોલીસે ધરપકડ કરી હતી. આ જણ લોકો પાસેથી ૪ હજાર રૂપિયા લઈને પાસ કાઢી આપવાની ખાતરી આપતા હતા.

gujarat rajkot