ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન

24 June, 2019 05:50 PM IST  |  Ahmedabad

ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન

ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન

રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો હતો. મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

જો કે, રવિવારે રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં ગાંધીનગર 40 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તપી રહ્યું હતું. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38. 8 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં લોકોએ દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, કાલ બપોરથી વાતાવરમમાં પલટો આવ્યાં બાદ સાંજે વરસાદી ઝાપટાંની શક્યતા છે. જ્યારે રવિવારે રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી જતાં દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું.

આ પણ વાંચો : રથયાત્રાઃભગવાન જગન્નાથજી માટે હજારો કિલો મગના પ્રસાદની તૈયારી શરૂ

રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું નીચલું પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે જ તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.

ahmedabad gujarat gandhinagar