મેટ્રોનાં 3 કોચ પહોંચ્યા અમદાવાદ, ઉત્તરાયણ બાદ શરૂ થશે ટ્રાયલ રન

01 January, 2019 05:08 PM IST  | 

મેટ્રોનાં 3 કોચ પહોંચ્યા અમદાવાદ, ઉત્તરાયણ બાદ શરૂ થશે ટ્રાયલ રન

મેટ્રો ટ્રેનને કોચ સાઉથ કોરિયાથી પહોંચ્યા અમદાવાદ

અમદાવાદ મેટ્રો ટ્રેનના ત્રણ કોચ અમદાવાદ આવી પહોંચ્યા છે. 15 જાન્યુઆરીથી મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થશે. જે વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી લેવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં મેટ્રો મુસાફરો માટે સંપૂર્ણપણે ખુલ્લી મુકવાની સરકારની યોજના છે.

માર્ચ મહિનામાં માણી શકાશે મેટ્રોની મજા

મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્કના 6.5 કિમીના રૂટ પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે. સુરક્ષાની તમામ ખાતરી કરવામાં આવ્યા બાદ મેટ્રો ટ્રેન ખુલ્લી મુકવામાં આવશે. માર્ચ મહિનામાં અમદાવાદીઓ મેટ્રોમાં સફરની મજા માણી શકશે.

શું છે મેટ્રો પ્રોજેક્ટ?

અમદાવાદમાં આકાર લેનારો આ મેટ્રો પ્રોજેક્ટ 10 હજાર 700 કરોડ રૂપિયાનો છે. પ્રથમ ચરણમાં 40 કિલોમીટરના રૂટને આવરી લેવામાં આવ્યો છે. જેમાંથી 33.5 કિલોમીટર એવીવેટેડ છે જ્યારે 6.50 કિલોમીટર અંડરગ્રાઉંડ છે. આ માર્ગમાં 32 સ્ટેશન હશે. જેમાંથી એક કાલુપુર રેલ્વે સ્ટેશન પણ છે. કાલુપુર રેલ્વે સ્ટેશનનો ઉપયોગ મલ્ટી પર્પઝ રેલ્વે સ્ટેશન તરીકે થશે. જ્યાંથી મેટ્રો ટ્રેન, રેલવે ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય પસાર થશે.

આ પણ વાંચોઃ કાલથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં.-1 50 દિવસ સુધી બંધ


મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ દિલ્લી અને બેંગલુરુના મોડેલને અનુસરશે. અમદાવાદમાં વ્યસ્ત કલાકોમાં દરેક પોણા બે મિનિટે મેટ્રો ચાલશે. જ્યારે મોડી સાંજે અને ઓછી ભીડ રહે તેવા સમયમાં દર 15 મિનિટે મેટ્રો મળશે. મેટ્રો ટ્રેન એક સ્ટેશન પર 30 સેકંડ રોકાશે. દરવાજો ખુલતા અને બંધ થતા સમયે અલાર્મ વાગશે. સાથે તેમાં ઈમરજંસી અલાર્મ, ઈમરજંસી એર બ્રેકની પણ સુવિધા હશે.

મેટ્રો ટ્રેનમાં શરૂઆતના દિવસોમાં રોજ પાંચ લાખ મુસાફરો યાત્રા કરી શકશે. અને આ સંખ્યા ધીમે ધીમે વધશે. મેટ્રો ટ્રેન સંપૂર્ણ રીતે દોડવાની શરૂઆત થતા મુસાફરોની સંખ્યા 7 થી 8 લાખ થશે.

gujarat