હવામાન વિભાગની આગાહી મુજબ ૭૨ કલાકમાં ગુજરાતમાં કોલ્ડ-વેવ શરૂ થશે

17 December, 2019 12:04 PM IST  |  Rajkot

હવામાન વિભાગની આગાહી મુજબ ૭૨ કલાકમાં ગુજરાતમાં કોલ્ડ-વેવ શરૂ થશે

(મિડ-ડે પ્રતિનિધિ) રવિવારથી ગુજરાતમાં સાચા શિયાળાનો શુભારંભ થઈ ગયો છે. રવિવારે ગુજરાતના લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો તો ગઈ કાલે પણ એટલો જ ઘટાડો નોંધાયો. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૭૨ કલાક આ અસર અકબંધ રહેશે જેને લીધે કોલ્ડ-વેવની અસર વચ્ચે ગુજરાતનું સરેરાશ લઘુતમ તાપમાન ૭ ડિગ્રી આસપાસ પહોંચે એવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાન અંદાજે પાંચથી નવ ડિગ્રી જેટલું રહે એવી સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ૧૦થી ૧૪ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાય એવી શક્યતા છે. ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સાત શહેરોનું તાપમાન ૧૧ અને ૧૧ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.

gujarat rajkot