આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

20 August, 2019 03:59 PM IST  |  ગાંધીનગર

આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

હળવા વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ અટકતા વાતાવરણમાં ગરમી વધી છે, જો કે જ્યાં પાણી ભરાયા હતા તે જગ્યાઓએ જનજીવન સામાન્ય થઈ ચૂક્યુ છે. જો કે હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસમાં છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે.

રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરને કારણે 5 દિવસ જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમેરલીની સાથે સાથે રાજકોટ અને સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ અટકતા ગરમી વધી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં બફારાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. જો કે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદની આગાહી હજી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ લોકમેળાને લઈને તંત્ર થયું સજ્જ, ફ્રી પાર્કિંગની કરાશે વ્યવસ્થા

રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટથી શરૂ કરીને રાજ્યના 49 તાલુકામાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના 110 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 86 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે છ તાલુકા એવા છે જેમાં 5થી 10 ઈંચ વરસાદ પડ્યો છે.

Gujarat Rains gujarat ahmedabad