લોકસભા ચુંટણીની જાહેરાત થતાં GUJCET પરીક્ષાની ત્રીજીવાર તારીખ બદલાશે

11 March, 2019 01:33 PM IST  | 

લોકસભા ચુંટણીની જાહેરાત થતાં GUJCET પરીક્ષાની ત્રીજીવાર તારીખ બદલાશે

ગુજકેટની તારીખોમાં ફરી થયો ફેરફાર

ગાંધીનગર

ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટની તારીખમાં ફરી બદલાવ થશે. તેનું એકમાત્ર કારણ રવિવારે લોકસભા ચુંટણી જાહેરાત થઇ હતી. જેમાં ગુજરાતમાં ચુંટણીમાં મતદાનની તારીખ 23 એપ્રિલ આવી છે. આજ તારીખે GUJCET ની પરીક્ષાની જાહેરાત થઇ હતી. GUJCET ની પરીક્ષા પ્રથમ વાર 30 માર્ચના રોજ થવાની હતી. ત્યાર પછી આ તારીખને બદલીને 4 એપ્રિલ કરવામાં આવી હતી. આ પરીક્ષાની તારીખ ફરી બદલાવીને 23 એપ્રિલ કરવામાં આવી હતી. જોકે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ પણ 23 એપ્રિલ હોવાથી ગુજરાત બોર્ડે આ પરીક્ષાની તારીખ ફરી બદલવાની ફરજ પડશે અને આમ એક પછી એક એમ આ વખતે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ત્રીજીવાર આ ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજકેટની તારીખોમાં ફરી ફેરફારઃ 23 એપ્રિલે લેવાશે પરીક્ષા

ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે ફરજિયાત હોય છે. આ એક એન્ટરન્સ ટેસ્ટ તરીકે લેવાય છે. ગુજકેટનો અભ્યાસક્રમ ધોરણ 12નો વર્તમાન અભ્યાસક્રમ હોય છે. જેમાં મેથ્સ, કેમેસ્ટ્રી, ફીઝિક્સ, બાયોલોજીના 40-40 ગુણના પ્રશ્નો પુછવામાં આવે છે. હિન્દી, અંગ્રેજી અથવા ગુજરાતી આ ત્રણેય ભાષામાંથી તમે કોઈપણ ભાષામાં પરીક્ષા આપી શકો છો. આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.

gandhinagar gujarat