સીએમ વિજય રૂપાણીએ તળાવમાં ચલાવી સ્પીડ બોટ, જુઓ ફોટોઝ

09 September, 2019 01:00 PM IST  |  અમરેલી

સીએમ વિજય રૂપાણીએ તળાવમાં ચલાવી સ્પીડ બોટ, જુઓ ફોટોઝ

Image Courtesy:Vijay Rupani Tweet

રાજ્યમાં જળસંચય અભિયાન ચલાવાયું હતું, જેના ભાગ રૂપે અનેક તળાવો ખોદીને ઉંડા કરવામાં આવ્યા. આ જ ભગીરથ અભિયાનના કારણે અને સારા વરસાદને પગલે તળાવો છલકાયા છે. અમરેલીમાં પણ આવું જ એક તળાવ બનાવવામાં આવ્યું. સુરતના જાણીતા બિઝનેસમેન અને ડાયમંડ ટાયકૂન તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાએ પોતાના વતન દુધાળામાં એક તળાવ ખોદાવડાવ્યું છે, જેનું નામ નારણ સરોવર રખાયું છે.

રાજ્યમાં સાારા વરસાદ બાદ હવે આ તળાવ છલકાયું છે, ત્યારે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ તળાવનું લોકાર્પણ કર્યું. જો કે આ લોકાર્પણની ખાસ વાત એ હતી ખુદ સીએમ વિજય રૂપાણી તળાવમાં બોટ રાઈડ લેતા જોવા મળ્યા. તળાવના લોકાર્પણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પીડ બોટ ચલાવી. આ દરમિયાન બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા.


ઉલ્લેખનીય છે કે ઉનાળાથી ગુજરાત સરકાર જળસંચય કાર્યક્રમ ચલાવી રહી છે. આ કાર્યક્રમના આધારે સરકાર ગામના જૂના તળાવને ઊંડા કરીને વરસાદના પાણીનો વધારે ને વધારે સંગ્રહ કરવાનું કામ કરી રહી છે. જો કે કેટલાક એવા ગામો પણ છે જ્યાંના તળાવોને ઊંડા કરીને પાણીનો સંગ્રહ કરવાની જવાબદારી NGO તો ક્યાંક સેવાભાવી વેપારીઓએ ઉપાડી છે. સુરતના ડાયમંડ કિં સવજી ધોળકિયાએ પણ આ જ અભિયાન અંતર્ગત નારણ સરોવર તૈયાર કરાવ્યું છે.

આ પણ વાંચોઃ આ બાઈક પર એટલા લોકો બેઠા છે, કે ગણતા ગણતા થાકી જશો !!!

Vijay Rupani gujarat news