આતંકી હુમલાને પગલે શામળાજી મંદિરમાં હાઈ અલર્ટ, જવાનો ચોવીસ કલાક ખડેપગે

14 August, 2019 09:38 AM IST  |  ભિલોડા

આતંકી હુમલાને પગલે શામળાજી મંદિરમાં હાઈ અલર્ટ, જવાનો ચોવીસ કલાક ખડેપગે

શામળાજી મંદિરમાં હાઈ અલર્ટ

સેન્ટ્રલ આઈબીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને ૧૫ ઑગસ્ટને અનુલક્ષીને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આઈબીને મળેલા મહત્વના ઈનપુટ અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. જેને પગલે રાજ્યભરમાં મહત્ત્વનાં સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે અરવલ્લીના શામળાજી ખાતે પણ ચોવીસે કલાક પોલીસ જવાનો ખડેપગે રહીને મંદિર પરિસરમાં સુરક્ષા કરી રહ્યા છે.

આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતનાં યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ધસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ

૭૩મા સ્વાતંય પર્વમાં આતંકી હુમલાની દહેશત હોવાથી આઇબીના ઇનપુટના આધારે શામળાજી પીએસઆઇ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ અને શામળાજી મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

gujarat terror attack