મેઘરાજા વલસાડ જિલ્લા પર થયા મહેરબાન : પાંચ ઇંચ વરસાદ પડ્યો

20 August, 2021 12:20 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના ૯૬ તાલુકાઓમાં ઓછાવત્તા પ્રમાણમાં થઈ વર્ષા

ગઈ કાલે બપોર પછી વલસાડમાં ભારે વરસાદના કારણે આ રીતે ઘણાં મકાનોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા પર ગઈ કાલે જાણે કે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વલસાડ જિલ્લાના ૬ તાલુકાઓમાં મનમૂકીને મેઘરાજા વરસ્યા હતા. તેમાં પણ પારડી અને વલસાડમાં પાંચ ઇંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્યમાં ગઈ કાલે ૮ વાગ્યા સુધીમાં ૧૦૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
વાપી અને ધરમપુર તાલુકામાં ૯૭ મિ.મી. એટલે કે ૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
છોટા ઉદેપુર, બોટાદ, નર્મદા, વડોદરા, રાજકોટ, મહિસાગર, પંચમહાલ, ભાવનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
સાંજે ૬ થી ૮ વાગ્યાના બે કલાકમાં અમરેલી જિલ્લાના લીલીયામાં ૩ ઇંચથી વધુ તેમ જ અમરેલીમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડયો.

Gujarat Rains gujarat valsad