Job vacancies in Canada: કેનેડામાં 10 લાખથી વધારે વેકન્સી, જાણો વધુ

10 June, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Canada: જે ઉમેદવાર કેનેડામાં નોકરી કરવા માગો છો તો આ અવસરનો ફાયદો ઉઠાવી શકો છો. હૉસ્પિટાલિટી, રિટેલ, સ્વાસ્થ્ય સારવાર અને સામાજિક સહાયતાના ક્ષેત્રમાં સૌથી વધારે વેકેન્સી જોવા મળી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

 

Canada: જે ઉમેદવાર કેનેડામાં નોકરી કરવા માગો છો તો આ અવસરનો ફાયદો ઉઠાવી શકો છો. હૉસ્પિટાલિટી, રિટેલ, સ્વાસ્થ્ય સારવાર અને સામાજિક સહાયતાના ક્ષેત્રમાં સૌથી વધારે વેકેન્સી જોવા મળી છે.

વિદેશમાં નોકરીની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કેનેડા ટૂંક સમયમાં જ એક મિલિયનથી વધારે ખાલી પદ પર ભરતી કરવામાં આવશે. એક રિપૉર્ટ પ્રમાણે કેનેડામાં ખાલી સંખ્યા માર્ચમાં 10,12,900ના રેકૉર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જે સપ્ટેમ્બર 2021માં 988,300ના પહેલા રેકૉર્ડથી ઘણાં વધારે છે.

નોવા સ્કોટિયા, મેનિટોબા, સસ્કેચેવાન અને બ્રિટિશ કોલંબિયાના કનેડિયન પ્રાંતોમાં ખાલી સંખ્યા રેકૉર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. હૉસ્પિટાલિટી, રિટેલ, સ્વાસ્થ્ય સારવાર અને સામાજિક સહાયતાના ક્ષેત્રમાં સૌથી વધારે વેકેન્સી જોવા મળી છે. જે ઉમેદવાર આ તક શોધી રહ્યા હતા, તે અહીં આપવામાં આવેલી માહિતી સારી રીતે વાંચે.

એસ્કપ્રેસ એન્ટ્રી
ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ: કોઈપણ અરજી માટે જે ખાસ ભાષા, શિક્ષણ અને કાર્યાનુભવ જરૂરી છે. તે કાર્યાનુભવને રાષ્ટ્રીય વ્યાવસાયિક વર્ગીકરણ પ્રણાલીનો ઉપયોગ કરીને વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ: અરજીકર્તાએ અરજી કરતા પહેલા પાંચ વર્ષમાં સ્કિલ્ડ ટ્રેડમાં ઓછામાં ઓછા બે વર્ષના અનુભવ સાથે અંગ્રેજી કે ફ્રેન્ચમાં જરૂરી ભાષા કોશલ્ય જાળવવું જરૂરી છે.

કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ: જેમણે પહેલા જ કેનેડામાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી કામ કર્યું છે. સાથે જ ભાષા કોશલ્ય ધરાવે છે.

પ્રાંતીય નામાંકન કાર્યક્રમ
ક્યૂબેક અને નુનાવુત સિવાય કેનેડાના દરેક પ્રાન્ત અને ક્ષેત્ર, અનેક ધારાઓ સાથે પોતાનું પીએનપી કાર્યક્રમ ચલાવે છે. કુલ મળીને 80થી વધારે જુદા જુદા પ્રાંતીય નામાંકિત કાર્યક્રમ છે. પીએનપી કાર્યક્રમ બે પ્રકારના હોય છે. એક જે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ સાથે જોડાયા છે અને એક જે આ સિસ્ટમ સાથે જોડાયેલા નથી હોતા.

ક્યૂબેક
ક્યૂબેક પ્રાંતની સંઘીય સરકાર સાથે એક ખાસ સોદો છે જે આને અપ્રવાસીઓની પસંદગીની પરવાનગી આપે છે.
ક્યૂબેક નિયમિત કુશળ કાર્યકર્તા કાર્યક્રમ (QSWP).
ક્યૂબેક અનુભવ કાર્યક્રમ (PEQ).
ક્યૂબેક સ્થાઈ અપ્રાસન પાઇલટ કાર્યક્રમ.
ક્યૂબેક વ્યાપાર અપ્રવાસન કાર્યક્રમ.

career tips