ICSE, ISC Result: CISCEએ જાહેર કર્યું ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ, આ રીતે કરો ચેક

14 May, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પરીક્ષામાં લગભગ 2.5 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શક્યા નથી તેમની પાસે રિચેકિંગનો વિકલ્પ પણ છે

પ્રતીકાત્મક તસવીર

કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામો સત્તાવાર વેબસાઇટ cisce.org અને results.cisce.org પર જોઈ શકાય છે. ICSE ધોરણ 10મા પરિણામ 2023માં કુલ 9 વિદ્યાર્થીઓએ પહેલો રેન્ક મેળવ્યો છે. આ 9 વિદ્યાર્થીઓમાંથી 3 છોકરીઓ છે. CISCE બોર્ડ પરીક્ષાનું પરિણામ (CISCE Result) તપાસવા માટે ઉમેદવાર પાસે ઇન્ડેક્સ નંબર અને માન્ય ID હોવું આવશ્યક છે.

નોંધનીય છે કે આ પરીક્ષામાં લગભગ 2.5 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શક્યા નથી તેમની પાસે રિચેકિંગનો વિકલ્પ પણ છે. પરિણામો બાદ બૉર્ડ ફરીથી તપાસ માટે વિન્ડો ખોલશે. રિચેકિંગ સત્તાવાર વેબસાઇટ cisce.org પર જઈને અરજી કરી શકાય છે.

ત્રણ છોકરીઓએ 12મા પ્રથમ રેન્ક મેળવ્યો

આજે ISC 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12મા કુલ 5 વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો છે, જેમાં 3 છોકરીઓનો સમાવેશ થાય છે.

આ રીતે તપાસો પરિણામ

  1. સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ Results.cisce.org ની મુલાકાત લો.
  2. હવે ICSE અથવા ISC પરિણામ પસંદ કરો.
  3. હવે કોર્સ કોડ, ઉમેદવાર UID, ઇન્ડેક્સ નંબર અને કેપ્ચા કોડ સબમિટ કરો.
  4. હવે રિઝલ્ટ બટન પર ક્લિક કરો.
  5. તમે સબમિટ કરો કે તરત જ રિઝલ્ટ તમારી સ્ક્રીન પર દેખાશે.
  6. હવે તમારું પરિણામ ડાઉનલોડ કરવાની સાથે, તમે તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

આ વર્ષનું પરિણામ

ICSE: 98.94%

ISC: 96.93%

આ પણ વાંચો: આર્ટ‍્સના વિદ્યાર્થીઓ જ છવાયેલા છે એન્ટરટેઇનમેન્ટથી આઇએએસ સુધી

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 99.97 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 10મા પાસ થયા હતા. છોકરીઓનું પરિણામ 99.98 ટકા અને છોકરાઓનું પરિણામ 99.97 ટકા આવ્યું હતું. તેમ જ ગયા વર્ષે ધોરણ 12મા 99.38 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પાસ થવાની ટકાવારી છોકરીઓની 99.87 ટકા અને છોકરાઓની 99.54 ટકા હતી.

national news Education career tips