Career Guide: ક્રિએટિવિટીમાં હોય રસ તો ફેબ્રિક ડિઝાઇનિંગ છે બેસ્ટ ઑપ્શન

24 June, 2022 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જૉબ માર્કેટના આંકડા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રૉફેશનલ ફેબ્રિક ડિઝાઇનરોની માગ વધી છે. જો તમને ફેશન ટ્રેન્ડ્સ સમજીને ફેબ્રિકને ક્રિએટિવ લૂક આપવું ગમે છે, તો તમે પણ ફેબ્રિક ડિઝાઇનર બની શકો છો. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હાલ ફેશન પ્રત્યેનો પેશન વધી રહ્યો છે. ફેશન જગતમાં કપડાં માત્ર શરીર ઢાંકવાનું જ નહીં પણ પર્સનાલિટી, બિઝનેસ અને સોશિયલ સ્ટેટસનું પણ પ્રતીક માનવામાં આવે છે. કપડાંના કલર, તેની ક્વૉલિટી અને ડિઝાઇન કોઈક વ્યક્તિ વિશે ઘણું બધું વ્યક્ત કરે છે. જ્યારે વાત પ્રેઝેન્ટેબલ દેખાવાની આવે છે તો લોકો ફેબ્રિક ડિઝાઈન પર ખાસ ધ્યાન આપે છે. ફેશન પ્રત્યે વઘતા ક્રેઝને કારણે કોરોના કાળમાં પણ આ સેક્ટરમાં 51 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જૉબ માર્કેટના આંકડા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રૉફેશનલ ફેબ્રિક ડિઝાઇનરોની માગ વધી છે. જો તમને ફેશન ટ્રેન્ડ્સ સમજીને ફેબ્રિકને ક્રિએટિવ લૂક આપવું ગમે છે, તો તમે પણ ફેબ્રિક ડિઝાઇનર બની શકો છો. 

જો તમે ફેબ્રિક ડિઝાઈનિંગમાં કરિઅર બનાવવા માગો છો તો આ આર્ટિકલ તમારી માટે છે. આમાં તમને ફેબ્રિક ડિઝાઈનિંગ સાથે જોડાયેલી બધી માહિતી મળશે. જો તમે તરુણ તહિલિયાની, રોહિલ બાલ, રિતુ બેરી, માલિની રમાણી, મનોવિરાજ ખોસલા વગેરેની જેમ આ ફિલ્ડમાં પોતાને લાવવા માગો છો, તો ફેબ્રિક ડિઝાઈનિંગ તમારી માટે એક બેસ્ટ કરિઅર ઑપ્શન છે. યુવાનો વચ્ચે ફેબ્રિક ડિઝાઇનિંગ કૉર્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કૉર્સ દ્વારા તમે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિઅર બનાવી શકો છો.

ફેબ્રિક ડિઝાઈનર- વર્ક પ્રૉફાઇલ
ફેબ્રિક ડિઝાઇનર કાપડની સમજ ધરાવે છે અને ફેશન ટ્રેન્ડ પ્રમાણે નવા-નવા પ્રયોગ કરે છે. ફેબ્રિક પર તેની ક્રિએટિવિટી દેખાય છે. જો કે, આ કામ કેટલીક હદે ફેશન ડિઝાઇનર જેવું પણ છે, પણ ફેબ્રિક ડિઝાઇનર કાપડની ક્વૉલિટીની સાથે-સાથે ડિઝાઇનને પણ કાપડ પર યોગ્ય રીતે કંડારવાનું કામ કરે છે. તે ખૂબ જ ઝીણવટથી કાપડનું છાપકામ, રંગ, કશીદાકારી અને ડિઝાઇન પ્રૉસેસ પર ધ્યાન રાખે છે. હાલ, ફેબ્રિક ડિઝાઇનર કાપડ પર થ્રી ડી ઇફેક્ટ ક્રિએટ કરવા સિવાય જુદાં જુદાં દોરાથી નવા નવા પ્રયોગ કરે છે.

પર્સનલ સ્કિલ્સ
1. આ ફિલ્ડમાં સફળતા મેળવવા માટે ઉમેદવાર ક્રિએટિવ હોવો ખૂબ જ જરૂરી છે. એક ફેબ્રિક ડિઝાઇનર માટે દરરોજ નવો પ્રૉજેક્ટ એક નવો પડકાર હોય છે, આથી તેણે દરવખતે કંઇક નવું વિચારવું પડે છે.
2. કરિઅરમાં આગળ વધવા માટે જુદાં જુદાં પ્રકારની પેટર્નની માહિતી હોવી જરૂરી છે. માર્કેટ ટ્રેન્ડને જોતા નવા તેમજ ડિફરેન્ટ પેટર્ન ક્રિએટ કરવાની સાથે ફેબ્રિક પર ફ્યૂઝન આર્ટનો ઉપયોગ કરતા આવડવું જોઈએ.
3. આ ફિલ્ડમાં સફળતા માટે ક્લાઇન્ટની જરૂરિયાત સમજવી જરૂરી છે. જો તમારી ડિઝાઇન હિટ થઈ જાય છે તો તમને માગો તેટલી કિંમત મળી શકે છે. જો તમારી ડિઝાઈન હિટ થઈ, તો સમજો તમારું કરિઅર સેટ થઈ ગયું.
4. ફેબ્રિક સાથે દરરોજ નવા પ્રયોગ કરતા રહેવા માટે દેશ-વિદેશમાં ચાલતા ફેશન ટ્રેન્ડ ધ્યાનમાં હોવા જોઈએ.
5. ફેશન માર્કેટ પર ધ્યાન રાખવા સિવાય કલર, થ્રેડ તેમજ જુદાં જુદાં પ્રકારના ફેબ્રિકકની માહિતી હોવી જરૂરી છે.

કૉર્સ માટે યોગ્યતા
જો તમે ફેબ્રિક ડિઝાઈનર બનવા માગો છો તો તમે ટેક્સટાઇલ સંબંધે કૉર્ટ કરવો જોઈએ. કૉર્સમાં એડમિશન મેળવવા માટે ઉમેદવાર 12મી પાસ હોવો જરૂરી છે. જો તમે ફેબ્રિક ડિઝાઇનિંગ કૉર્સ કરવા માગો છો તો પહેલા તમને ટેક્સટાઇલમાં ડિગ્રી કૉર્સ કે બીએસસી હોમ સાયન્સ કરવાનું રહેશે. હાલ અનેક ઇન્સ્ટિટ્યૂટ્સ ટેક્સટાઇલ સંબંધિત કૉર્સ ઑફર કરે છે. સામાન્ય રીતે કૉર્સમાં એડમિશન લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂના આધારે લેવામાં આવે છે, જો કે દરેક સંસ્થા પ્રમાણે આમાં ફરક હોય છે.

ટૉપ કૉર્સ
અંડરગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ એન્ડ ફેશન ડિઝાઇન
અંડરગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇન
ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ ટેક્નોલૉજી
ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇન
ડિપ્લોમા ઇન ફેશન એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન
એડવાન્સ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇનિંગ
એડવાન્સ ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ ટેક્નોલૉજી
બેચલર ઑફ સાયન્સ ઇન ફેશન એન્ડ અપેરલ ડિઝાઇનિંગ
બીએસી ઇન ફેબ્રિક ડિઝાઇન
માસ્ટર ઇન ફેબ્રિક ડિઝાઇનિંગ

career tips