Career in Biochemistry: બાયોકેમિસ્ટ્રીમાં છે કારકિર્દીની અઢળક શક્યતાઓ, જાણો અહીં

27 June, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજના સમયમાં લગભગ બધી જ મોટી યૂનિવર્સિટીઝમાં બાયોકેમિસ્ટ્રીનો કૉર્સ ઉપલબ્ધ છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

Career in Biochemistry: રિસર્ચમાં રસ ધરાવનારા સાયન્સના વિદ્યાર્થીઓ માટે બાયોકેમિસ્ટ્રીમાં કરિઅર બનાવવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. આ કૉર્સની સૌથી સારી વાત એ છે કે બાયોટેક્નોલૉજી કે માઇક્રોબાયોલૉજી જેવા વિષયોની જેમ આ કૉરર્સ કરવા માટે પણ તમારે વધારે ભટકવાની જરૂર નથી. આજના સમયમાં લગભગ બધી જ મોટી યૂનિવર્સિટીઝમાં બાયોકેમિસ્ટ્રીનો કૉર્સ ઉપલબ્ધ છે.

બાયોકેમિસ્ટ્રીમાં હાલ કારકિર્દીની શક્યતાઓ ઝડપથી વધી રહી છે, આનું કારણ આની રિસર્ચની ફિલ્ડ છે. કોવિડ વાયરસ પછી આ ફિલ્ડમાં બૂસ્ટ આવ્યો છે. આના વિસ્તારમાં મેડિસિન, મેડિકલ સાયન્સ, એગ્રિકલ્ચર, ફૉરેન્સિક સાયન્સ જેવા વિષયો આવે છે. બાયોકેમિસ્ટ્રી હકિકતે બાયોલૉજિકલ પ્રૉસેસ દરમિયાન થનારા કેમિકલ કૉમ્બિનેશન અને રિએક્શનની સ્ટડી છે. રિસર્તમાં રસ ધરાવનારા લોકો માટે આ ફિલ્ડમાં અઢળક શક્યતાઓ છે.

કૉર્સ માટે ક્વૉલિફિકેશન
બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે ઓછામાં ઓચા કેમિસ્ટ્કી સાથે સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી જરૂરી છે. અનેક સંસ્થાઓમાં પીજી કરવા માટે ગ્રેજ્યુએશન પણ બાયોકેમેસ્ટ્રીમાં થવું જોઈએ. જે વિદ્યાર્થીએ ઇન્ડસ્ટ્રિયલ માઇક્રૉબાયોલૉજી, બૉટની, ફિઝિયોલૉજી જેવા વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય અને ગ્રેજ્યુએશનમાં કેમિસ્ટ્રીની સ્ટડી કરી હોય, એવા વિદ્યાર્થીઓને પણ અનેક યૂનિવર્સિટીઓ એમએસસી બાયોકેમિસ્ટ્રીમાં એડમિશન માટે યોગ્ય માને છે.

બાયોકેમિસ્ટ્રીમાં કરિઅર સ્કૉપ (Careers after biochemistry degree)
વિદ્યાર્થીઓ બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ ડિગ્રી બાદ ડ્રગ રિસર્ચર, ફૉરેન્સિક સાયન્ટિસ્ટ, બાયોટેક્નોલૉજિસ્ટ, ફૂડ ટેક્નોલૉજિસ્ટ, રિસર્ચ ફીલ્ડ અને અન્ય ફિલ્ડમાં જૉબ મેળવી શકે છે. જે વિદ્યાર્થી રિસર્ચ ફિલ્ડમાં જવા માગે છે તે આ કૉર્સમાં પીએચડીની ડિગ્રી મેળવી પોતાનો બહેતર કરિઅર બનાવી શકે છે. આજના સમયમાં ડ્રગ પર રિસર્ચ કરનારી કંપનીમાં આની ખૂબ જ ડિમાન્ડ છે. આ ડિગ્રી મેળવનારા લોકોની સેલરી પણ ખાસ્સી વધારે હોય છે. કરિઅરની શરૂઆતમાં જ યુવાનો 40થી 50 હજાર પ્રતિ મહિનાની નોકરી કરી શકે છે. જો કે, સેલરી જૉબ અપનાર કંપની પર આધારિત હોય છે. ઘણીવાર સારી યૂનિવર્સિટીમાંથી ભણેલા વિદ્યાર્થીઓને શરૂઆતમાં જ લાખો રૂપિયાનું પેકેજ મળી જાય છે.

career tips