આકાશ અને શ્લોકા અંબાણીએ જે ઘરમાં ફેરા ફર્યા તે એન્ટિલિયાની ખાસિયતો જાણો

06 May, 2019 04:32 PM IST  | 

આકાશ અને શ્લોકા અંબાણીએ જે ઘરમાં ફેરા ફર્યા તે એન્ટિલિયાની ખાસિયતો જાણો

એન્ટીલિયા

મુકેશ અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી અને હીરાના વેપારી રસલ મેહતાની દીકરી શ્લોકા મેહતા લગ્ન 9 માર્ચના અંબાણીના બંગલા એન્ટિલિયામાં થયા હતા. ત્યારે તેની સજાવટ તો જોવા જેવી હતી. અત્યારે પણ બંગલો બહારથી તો સુંદર દેખાય જ છે તેના અંદરના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર છે તે જોવા જેવા છે.

એન્ટિલિયાની ખાસિયત

કેટલાક સમય પહેલા ફોર્બ્સે પોતાની એક લિસ્ટ જાહેર કરી જેમાં મુકેશ અંબાણીનું નામ વિશ્વના 50 અમીર વ્યક્તિઓમાં સામેલ થયેલ જણાવ્યું હતું. એ જ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરોની લિસ્ટમાં સામેલ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયાના મુંબઇમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે.

વિશ્વભરમાં થઇ રહી છે અંબાણીના એન્ટિલિયાની ચર્ચા

અહીં તમને જણાવીએ કે બ્રિટેનની રાણીનો મહેલ બંકિંગહમ પેલેસ પછી અંબાણીના બંગલાની વિશ્વસ્તરે ચર્ચા થાય છે. એન્ટિલિયા લગભગ 48 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે અને આ ઘરમાં તમામ સુવિધાઓ છે. મુંબઇમાં આવેલ 27 માળનું એન્ટિલિયા ઘર પોતાનામાં જ ખાસ છે.

એન્ટિલિયા નામ ક્યાથી પડ્યું અને તેની ડિઝાઇન

તમને જણાવી દઇએ કે એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક દ્વિપના નામે આ બંગલાનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે. એન્ટિલિયાને શિકાગોમાં રહેતા એક આર્કિટેક્ટ 'પર્કિન્સ'એ ડિઝાઇન કર્યું છે અને આને ઑસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની 'લૈગ્ટોંન હોલ્ડિંગ'એ બનાવ્યું છે.

એન્ટિલિયા 8 રિકટર સ્કેલ ભુકંપના આંચકાને પણ ખમી શકે છે

જગજાહેર છે કે મુકેશ અંબાણીનો બંગલો એન્ટિલિયા કોઇ રાજા મહારાજાના મહેલથી ઓછું નથી. એન્ટિલિયા બનાવવામાં લગભગ 11,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ઘરની ડિઝાઇન એ પ્રકારે બનાવવામાં આવી છે કે આ વધુમાં વધું 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને સહન કરી શકે છે.

આ પણ વાંચો : એન્ટીલિયા કરતા મોંઘું છે બ્રિટનનું 'બકિંગહમ પેલેસ'

એન્ટિલિયા બંગલાના છ માળ પર તો માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એટલે કે એન્ટિલિયામાં 6 ફ્લોર માત્ર પાર્કિંગ માટે રાખવામાં આવ્યા છે. અહીં લગભગ 168 કાર પાર્ક કરી શકાય છે. આ ઘરમાં સિનેમા થિયેટરની સાથે સાથે બાર અને જિમ પણ છે. એન્ટિલિયાની ટેરેસ પર 3 હેલીપૈડ પણ બનાવેલા છે. જણાવીએ કે એન્ટિલિયા એવો એકમાત્ર બંગલો છે જેમાં ત્રણ હેલીપૈડ છે.

એન્ટિલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓની જરૂર હોય છે. તો આમ લગભગ 600 લોકોનું સ્ટાફ દિવસ-રાત આ બંગલાની દેખરેખ માટે હોય છે.

mukesh ambani nita ambani Isha Ambani