ગુજરાત પાસે આવેલા આ કેન્દ્રશાસિત પ્રદેશો તમને કરી દેશે ખુશ

11 September, 2019 05:43 PM IST  |  મુંબઈ

ગુજરાત પાસે આવેલા આ કેન્દ્રશાસિત પ્રદેશો તમને કરી દેશે ખુશ

ગુજરાત પાસે આવેલા આ કેન્દ્રશાસિત પ્રદેશો તમને કરી દેશે ખુશ

જો તમે ઉનાળામાં હિલ સ્ટેશન ફરીને આવ્યા છો, અને તમે કોઈ નવી જગ્યાએ જવા માંગો છો, જ્યાં તમને થોડો ચેન્જ મળે તો તમે દીવ દમણ કે સેલવાસ જઈ શકો છે. ગુજરાત પાસે આવેલી આ જગ્યાઓ એકદમ ખુશનુમા છે. જ્યાં તેમને ગુજરાત જેવી જ ફીલિંગ્સ આવશે.

આવો છે દીવ-દમણનો ઈતિહાસ
લાંબા સમય સુધી દમણ અને દીવ પર પોર્ટુગીઝોનું શાસન હતું. આ બાદ તેને પોર્ટુગીઝોથી આઝાદ કરાવીને ગોઆમાં મેળવી દેવામાં આવ્યું. વર્ષ 1987માં તેમને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળશઅયો. મુંબઈથી દમણનું અંતર 193 કિમી છે. જે પૂર્વમાં ગુજરાત રાજ્યથી અને પશ્ચિમમાં અરબ સાગર સાથે જોડાયેલું છે. તેના ઉત્તરમાં કોલાક અને દક્ષિણમાં કલાઈ નદી છે. દમણનો પાડોશી જિલ્લો વલસાડ છે. જ્યારે દીવ ભારતનો એક એવો દ્વીપ છે, જે બે પુલોથી જોડાયેલો છે. દીવ ગુજરાતના ગીર સોમનાથ સાથે જોડાયેલું છે.

દમણ અને દીવના બીચ ઘણા પોપ્યુલર છે. અને ત્યાં ટુરિસ્ટનો પણ જમાવડો રહે છે. તમે પેરા ગ્લાઈડિંગ, વૉટર રાફ્ટિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ લાભ લઈ શકો છે. દીવમાં ચર્ચ અને મહાદેવનું મંદિર પણ જોવા જેવું છે. દીવ અને દમણનું મોસમ આખું વર્ષ ખુશનુમા હોય છે. એટલે વર્ષના કોઈ પણ દિવસે જઈ શકો છો.

સેલવાસ
દમણ ગંગા નદીના કિનારે વસેલો ખૂબસૂરત કેન્દ્રશાસિત પ્રદેશ એટલે સેલવાસ. સેલવાસ દાદરા અને નગર હવેલીનું કેપિટલ છે. જ્યાં મોટા ભાગે ગુજરાતી લોકો છે. આ સ્થળ મુંબઈ અને ગુજરાતના લોકો માટે વીકેન્ડ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. અહીં તમને મરાઠી ટચ પણ જોવા મળે છે. અહીં ફરવા જેવાં સ્થળોમાં ખાનવેલ, સેલવાસ, દૂધની ડૅમ, દમણગંગા નદી, મધુબન ડૅમ અને વાણગંગા ઝીલ બાગનો સમાવેશ થાય છે, જે ટૂંકમાં તમને રોમાંચ, શાંતિ અને તાજગીનો અનુભવ કરાવશે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

દાદરા અને નગરહવેલી એની હૅન્ડિક્રાફ્ટ આઇટમ, લેધરની સ્લિપર, બામ્બુની મેટ, બાસ્કેટ વગેરે માટે જાણીતું છે, જે અહીં રસ્તા પર વેચતા ફેરિયા અથવા દુકાનમાંથી પણ મળી રહે છે. આ સિવાય શિયાળા દરમ્યાન ઊંધિયાનું અસલી સ્વરૂપ ગણાતા ઊંબાડિયું લઈને રસ્તા પર ઢગલાબંધ સ્ટૉલ ઊભા હોય છે. ઓરિજિનલ ઢબથી બનેલું આ ઊંબાડિયું ટ્રાય કરવા જેવું છે.

Places to visit in gujarat travel news