એન્ટીલિયા કરતા મોંઘું છે બ્રિટનનું 'બકિંગહમ પેલેસ'

30 January, 2019 06:55 PM IST  | 

એન્ટીલિયા કરતા મોંઘું છે બ્રિટનનું 'બકિંગહમ પેલેસ'

શાહી મહેલ

એશિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની લગ્ઝરિયસ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2108માં તેમણે પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન આનંદ પીરામલ સાથે કર્યા, જેમાં વિશ્વભરની તમામ નામી હસ્તિઓ સામેલ થઈ હતી. સૂત્રો પ્રમાણે લગ્નનો ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયાની આસપાસ થયો હતો.

સામાન્ય જીવનમાં શાહી ઠાઠથી રહેતા અંબાણીનો બંગલો વિશ્વનો સૌથી મોંઘા ઘરોમાંનો એક માનવામાં આવે છે. જો કિંમત પ્રમાણે વાત કરીએ તો એન્ટીલિયા વિશ્વની બીજી મૂલ્યવાન ઈમારતોમાંની એક છે. એક આંકડા પ્રમાણે આ 27 માળના ઘરની કિંમત 1.2 બિલિયન ડૉલર છે એટલે કે લગભગ 85 અરબ રૂપિયા. આ સામાન્ય ઘર નથી, કારણકે આમાં હેલ્થ સ્પા, સલૂન, બૉલ રુમ, સ્નો રુમ, થિયેટર, 3 સ્વિમીંગ પૂલ, યોગા અને ડાન્સ સ્ટુડિયો સહિત કેટલીય લગ્ઝરી અને સુવિધાઓ છે. એટલું જ નહીં, અંબાણી પરિવારની સેવા માટે 600 લોકોનો સ્ટાફ રાત દિવસ હાજર જ રહે છે.

જૂના દ્વિપના નામે એન્ટીલિયા

મુંબઈના પેડર રોડ પર બનેલ એન્ટીલિયામાં એટલી બધી જગ્યા છે કે અહીં ફરવા માટે પણ ખાસ્સો એવો સમય જોઈએ. અહીંના 6 માળ પર તો કેવળ પાર્કિંગ અને ગૅરેજ છે, જેમાં લગભગ 168 કાર રાખી શકાય છે. તેનું નામ પણ ઘણું અનોખું છે, હકીકતે આ બિલ્ડિંગનું નામ એક પૌરાણિક દ્વીપના નામ પર એન્ટીલિયા રાખવામાં આવ્યું છે. આ ઘરમાં ત્રણ હેલિપેડ પણ છે. હવે ઘર જ એટલું રૉયલ હોય તો બીજું શું જોઈએ! પણ તમને આશ્ચર્ય થશે કે એન્ટીલિયા વિશ્વનું સૌથી મોંઘા ઘરોમાં સ્થાન ધરાવતું પહેલું ઘર નથી.

ઈંગ્લેન્ડમાં આવેલું બકિંગહમ પેલેસ રાજઘરાનાનું રૉયલ પેલેસ છે, જે વિશ્વનું સૌથી કિમતી અને મોંઘુ ઘર માનવામાં આવે છે. પણ રસપ્રદ બાબત એ છે કે આ ઘર જ્યારે બન્યું ત્યારે તેને મહેલનું રૂપ આપવામાં આવ્યું નહોતું. સૂત્રો પ્રમાણે લગભગ 300 વર્ષ પહેલા ડ્યૂક ઑફ બકિંગહમ જોર્જ ત્રીજા લંડનમાં રહેવા માટે તેને ઘર તરીકે બનાવડાવ્યું હતું. લગભગ 100 વર્ષ પછી એટલે કે 1837માં મહારાણી વિક્ટોરિયાના શાસનકાળમાં તેને મહેલ બનાવી દેવામાં આવ્યો અને ત્યારથી જ બકીંઘમ પેલેસ બ્રિટિશ રાજઘરાનાનું અધિકૃત શાહી મહેલ બની ગયું.

બકિંગહામ પેલેસ છે સપના જેવું સુંદર

આ રાજમહેલમાં કુલ 775 રૂમ છે, જેમાં 52 શાહી ઓરડા છે. આ મહેલનો કુલ વિસ્તાર 77 હજાર ચોરસ મીટર છે. એ પણ રસપ્રદ છે કે જે જમીન પર બકિંગહમ પેલેસ બનેલું છે, ત્યાં એક સમયે મલબરી ગાર્ડન હતું. સૂત્રો પ્રમાણે આ ઘરની કિંમત 1.55 બિલિયન (ડૉલર લગભગ 1 ખર્વ રૂપિયા)થી પણ વધુ છે. આ ઘરમાં 7 એવા આકર્ષણો છે, જેને જોવું એ પ્રવાસીઓ માટે મોટી ભેટ હોઈ શકે છે.

1. સ્ટેટ રૂમ્સ : રાજમહેલના સ્ટેટ રૂમ્સને ભવ્ય રીતે શણગારાયા છે. આ ભવનમાં શાહી ઘરાનાના લોકોને સન્માનિત કરવામાં આવે છે અને તે પોતાની પ્રજા અને ખાસ મહેમાનો સાથેની મુલાકાત અહીં કરે છે. કેટલાક રૂમ રૉયલ વેડિંગ માટે વપરાય છે, જેમ કે ડ્યૂક અને ડચેસ ઑફ કેંબ્રિજ (વિલિયમ અને કેટ)ના લગ્નનું રિસેપ્શન અહીં આપવામાં આવ્યું હતું. સમર ઓપનિંગ ટૂરમાં તમને આ જોવાનો અવસર મળી શકે છે.

2. ગ્રેન્ડ સ્ટેયરકેસ : બકિંગહમ પેલેસના ગ્રેન્ડ સ્ટેયરકેસ એટલા ભવ્ય દેખાય છે કે તેને જોઈને જ શાહી ઠાઠમાઠનો અનુભવ થાય છે. આને આર્કિટેક્ટ જૉન નેશે તૈયાર કર્યું હતું.

3. ફાઈન આર્ટ : સમર ટૂર દરમિયાન અહીં તમને Van Dyck, Rubens, Rembrandt, Vermeer, Poussin, Canaletto અને Claudeની અનોખી પેન્ટિંગ્સ જોવા મળશે. સાથે જ અહીં Canova અને Chantreyના સ્કલ્પચર પણ તમને ઘણા જ અટ્રેક્ટિવ લાગશે.

4. પ્રિન્સ ચાર્લ્સ સાથે ઑડિયો ટૂર : બકિંગહમ પેલેસના ટૂરના એક ભાગરૂપે તમને એક ફ્રી ઑડિયો ગાઈડ મળે છે, જેમાં મહેલ વિશે સવિસ્તર માહિતી આપવામાં આવી છે. જેની શરૂઆત પ્રિન્સ ઑફ વેલ્સ એટલે કે પ્રિન્સ ચાર્લ્સ દ્વારા થાય છે, જે 19 સ્ટેટ રૂમ્સ અને એન્યુઅલ સ્પેશ્યલ એક્ઝિબિશન માટે વિઝિટર્સને પોતે લઈ જાય છે.

5. સિંહાસનવાળો રૂમ છે સૌથી મોટું આકર્ષણ : બકિંગહમ પેલેસનો થ્રોન રૂમ એટલે કે સિંહાસનનો રૂમ અહિં આવનાર બધાં માટે સૌથી મોટી આકર્ષણ હોય છે. આ જ રૂમમાં બ્રિટિશ રાજઘરાનાના લોકોને સિંહાસન પર બેસવા માટે શપથ લેવડાવવામાં આવે છે. અહીં એક ભવ્ય બૉલરુમ પણ છે, જે મહેલનો સૌથી મોટો મલ્ટી પર્પઝ રૂમ છે.

6. ક્રૉકરીની શાન જ નિરાળી : બકિંગહમ પેલેસમાં પોર્સિલીનથી બનેલી વિશ્વની સૌથી સુંદર ક્રૉકરી જોઈ શકાય છે. આમાંથી મોટાભાગની ક્રૉકરી કિંગ જૉર્જ પંચમના સમયમાં 1783થી 1830ની વચ્ચે આવી હતી.

આ પણ વાંચો : ભારતના આ મહેલોની વાત છે નિરાળી, કરો એક નજર

7. ગાર્ડનનો સ્પેશિયલ ટૂર : બકિંગહમ પેલેસનું ગાર્ડન 39 એકરમાં આવેલું છે. જો તમને ફૂલો ગમે છે તો તમને અહીં શાંતિનો અનુભવ થશે. અહીં 350 પ્રકારના જંગલી ફૂલ, 200 ઝાડ અને ત્રણ એકરમાં ફેલાયેલ સરોવર છે. આ જગ્યામાં બ્રિટેનની મહારાણી દ્વારા વાર્ષિક ગાર્ડન પાર્ટી આપવામાં આવે છે.

travel news life and style