મલમ કે સ્પ્રે પેનિસ પર કયા અને કેવી રીતે લગાડવો જોઈએ?

09 June, 2021 12:49 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારે જાણવું છે કે મલમ કે સ્પ્રે ઇન્દ્રિય પર કેવી રીતે લગાવવો? સંભોગની કેટલી મિનિટ પહેલાં લગાવવો? વારંવાર લગાવવાથી લાંબા સમયે એની સેક્સ લાઇફ પર સાઇડ-ઇફેક્ટ થાય? 

GMD Logo

મારી ઉંમર પ૪ વર્ષની છે અને મને ઉત્થાનને લગતી તકલીફ છે. હું ઉત્થાન માટે ઇન્દ્રિય પર ક્યારેક-ક્યારેક સ્પ્રે અથવા ઓઇન્ટમેન્ટ લગાવું છું. મલમ કે સ્પ્રે ઇન્દ્રિયની ચામડી ઉપર કરીને લગાવવો કે કેમ એની મને વધારે જાણ નથી અને થોડો મલમ કે સ્પ્રે લાગવું તો એની અસર થતી નથી. વધારે લાગવું તો જ ૨૦-૩૦ મિનિટ સુધી સંભોગ કરી શકું છું. મારે જાણવું છે કે મલમ કે સ્પ્રે ઇન્દ્રિય પર કેવી રીતે લગાવવો? સંભોગની કેટલી મિનિટ પહેલાં લગાવવો? વારંવાર લગાવવાથી લાંબા સમયે એની સેક્સ લાઇફ પર સાઇડ-ઇફેક્ટ થાય? 
ડોમ્બિવલીના રહેવાસી

બહુ સારો સવાલ છે. મોટા ભાગના લોકો આ પ્રકારના મલમ કે સ્પ્રે કેવી રીતે વાપરવા એ વિશે જાણતા નથી. એનેસ્થેટિક મલમ કે સ્પ્રે ઉત્તેજિત ઇન્દ્રિય પર જ લગાવવો જોઈએ અને એ લગાવ્યા પછી ત્રણેક મિનિટ પછી એ ભાગને પાણીથી ધોઈ નાખવો જોઈએ. કહ્યું એમ, આ મલમ અને સ્પ્રે એનેસ્થેટિક હોય છે એટલે એ થોડી વારમાં ત્વચાને જડ કે સંવેદનરહિત કરી દે છે. તમારી ચામડી સંવેદનરહિત થઈ જશે એટલે શક્ય છે કે તમે લાંબો સમય સુધી સંભોગ ચલાવી શકો. જો તમે મલમ કે સ્પ્રે લગાવ્યા પછી એને પાણીથી સાફ નહીં કરો અને એમને એમ જ યોનિપ્રવેશ કરશો તો તમારી પત્નીની સંવેદના પણ ઓછી થઈ જશે અને તે જો રૂટીન સમયમાં ચરમસીમાએ પહોંચતી હશે તો એને બદલે ચરમસીમા પર પહોંચવામાં તેને મોડું થશે, જે તમારા હિતમાં નહીં હોય, કારણ કે તમારી સમસ્યા શીઘ્રસ્ખલનની છે. એમાં જો પાર્ટનરને વધુ વિલંબ થાય તો તમારી સમસ્યામાં ઉમેરો થશે. યોનિપ્રવેશ પહેલાં ઇન્દ્રિયને પાણીથી ધોઈ નાખવાથી તમારા પત્નીની કન્ડિશન યથાવત્ રહેશે અને તમે એનેસ્થેટિક મલમ કે સ્પ્રેને કારણે સ્ખલન વિલંબિત કરી શકશો. આ મલમ કે સ્પ્રે લાલ ભાગની ઉપરની ચામડી પાછળ કરીને માત્ર લાલ ભાગ ઉપર જ લગાડવો. બાકીની ઉત્તેજિત ઇન્દ્રિય પર આ મલમ કે સ્પ્રે લગાવવાની બિલકુલ આવશ્યકતા નથી.

sex and relationships columnists dr. mukul choksi