07 December, 2022 02:46 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર પ૮ વર્ષ છે, દસ વર્ષ પહેલાં મારી વાઇફ એક્સપાયર થઈ ગઈ અને હું એકલો પડી ગયો. એકલતા દૂર કરવા માટે મેં શરૂઆતમાં એમ જ વાતો કરવાના હેતુથી સેક્સ-વર્કર પાસે જવાનું શરૂ કર્યુ અને પછી શરમ છૂટ થઈ જતાં અમે શારીરિક સંબંધો પણ બાંધવામાં લાગી ગયાં. એની સાથે ગુદામૈથુનની જ મજા આવે છે. ગુદામૈથુન વખતે તે મારી પાસે પરાણે કૉન્ડોમનો ઉપયોગ કરાવે છે. તેની એવી દલીલ હોય છે કે કૉન્ડોમ વિના ગુદામૈથુન કરીએ તો એઇડ્સ થવાની શક્યતા રહે છે, એવું હોય કે પછી તે તેના હિપ્સનો શેપ બદલાય નહીં એટલે આવી ખોટી દલીલ કરે છે, મને કૉન્ડોમ પહેરીને મૈથુનમાં મજા નથી આવતી.
તેની વાત સાચી છે. ગુદાના સ્થાનમાંથી જે બહાર આવે છે એ મળ બૉડીનું વેસ્ટ છે અને જંતુઓ હંમેશાં વેસ્ટ પ્રોડક્ટમાં જ રહે. ગુદામુથૈન વખતે બહેતર છે કે કૉન્ડોમ વાપરવામાં આવે. એઇડ્સ જ નહીં, પણ એ સિવાયની બીમારીથી પણ કૉન્ડોમ બચાવશે. કૉન્ડોમ વાપરવાનું એક અન્ય કારણ પણ છે.
ગુદાના સ્નાયુઓની પકડ યોનિના સ્નાયુ કરતાં વધુ મજબૂત હોય છે, જેને લીધે જેટલી સહેલાઈથી લિંગપ્રવેશ યોનિમાં થાય છે એટલો સરળ પ્રવેશ ગુદામાં નથી થતો, જેને સરળ બનાવવાનું કામ લુબ્રિકેશન સાથેના કૉન્ડોમ કરે છે. માત્ર કૉન્ડોમનો પણ ઉપયોગ કરવા કરતાં બહેતર છે કે એ જગ્યાએ જેલી કે પછી સાદું કોપરેલનું તેલ લગાડવાથી સ્નાયુ વધારે લચકદાર બને છે.
ગુદામૈથુનથી એઇડ્સ કે પછી બીજી કોઈ પણ ઇન્ફેકેટ બીમારીની શક્યતા નેવું ટકા વધી જતી હોય છે. પકડ ધરાવતા સ્નાયુ સાથે લિંગના ઘર્ષણથી ન દેખાય એવા ચીરા પડવાની શક્યતા વધે છે, જે ચીરાની ખુલ્લી ત્વચામાંથી જંતુ સ્ત્રીમાંથી પુરુષમાં કે પછી પુરુષમાંથી સ્ત્રીમાં જઈ શકે છે અને એકબીજાને ઇન્ફેક્ટેડ કરી શકે છે માટે ગુદામૈથુનની જો આદત હોય તો કોઈ પણ જાતની દલીલ વિના કૉન્ડોમનો જ ઉપયોગ કરવો.
ગુદામૈથુનથી બૅકના એટલે કે હિપ્સના શેપમાં ફરક આવી જાય એ માત્ર માન્યતા છે. એવું હોતું નથી એટલે એ તમારી ગેરમાન્યતા છે, જેને જાણીને કહેવું પડે કે તમારા કરતાં સેક્સની બાબતમાં એ સ્ત્રીની જાણકારી વધારે છે અને સાચી છે.