પ્રેગ્નન્સી માટે કેટલી વાર સેક્સ કરવું જોઈએ?

04 July, 2022 05:49 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પ્રેગ્નન્સી માટે નિયમિત સેક્સ માણવું જ પડે એવું નથી

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૧ વર્ષ અને પત્નીની ૨૯ વર્ષ છે. અમારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. પ્રૉબ્લેમ બીજો કોઈ નથી, પણ મારી સેક્સ-ડ્રાઇવનો જરા ઓછી છે. અમે વીકમાં એક વાર સેક્સ કરીએ છીએ. જો એ સિવાયના પિરિયડમાં ક્યારેક મને મન થયું હોય તો હું મૅસ્ટરબેશન કરી લઉં. એક રીતે જોવા જઈએ તો અમે બન્ને એનાથી સંતુષ્ટ છીએ. મહિનામાં ચાર-પાંચ વખત મૅસ્ટરબેશન કરવાનું થાય છે અને મને એમાં ખૂબ મજા પણ આવવા લાગી છે. હવે અમે બાળકનું પ્લાનિંગ કરીએ છીએ. એ માટે રેગ્યુલર સેક્સ જરૂરી છે, પણ વીકમાં એક વાર સેક્સ કરતા હોવાથી હજી સક્સેસ નથી મળી. બાળક માટે ક્યારે અને કેટલી ફ્રીક્વન્સીમાં સમાગમ કરવો જોઈએ? સેક્સ-ડ્રાઇવ વધારવા શું કરવું? 
માહિમ

તમારા પ્રશ્નમાં બહુબધું કન્ફ્યુઝન દેખાય છે. એક તરફ કહો છો કે સેક્સ-ડ્રાઇવ ધીમી છે, પણ મૅસ્ટરબેશન કરવાનું મન થાય છે. મૅસ્ટરબેશનનું રીઝન શું છે? શું વાઇફનો સપોર્ટ નથી હોતો એટલે તમે મૅસ્ટરબેશન કરો છો કે પછી તમને એ ફીલિંગ્સ ગમતી હોય છે? 
જુઓ, તમે મૅરિડ છો, પાર્ટનર સાથે જ રહે છે તો પછી તમને મૅસ્ટરબેશન કરવાની શું જરૂર પડે છે એ જાણવું જરૂરી છે. ઘણા કિસ્સામાં પુરુષને એકલા જ મૅસ્ટરબેશન કરવાની આદત પડી જતી હોય છે અને એ ફૅન્ટસી એન્જૉય કરવી ગમતી હોય છે. એ ફૅન્ટસી નશા જેવી હોય છે જેને લીધે તે પાર્ટનર સાથે સેક્સ કરવાનું ઇરાદાપૂર્વક ટાળે છે. તમે તમારી જાતને જ આ વાત પૂછશો તો તમને જવાબ મળી જશે.
તમને જેટલા પ્રમાણમાં સેક્સ કરવાનું મન થાય છે એ નૉર્મલ છે, પણ કાઉન્ટની બાબતમાં અટવાયા છો એટલે તમને એવું લાગે છે કે સેક્સની ફ્રીક્વન્સી ઓછી છે.
પ્રેગ્નન્સી માટે નિયમિત સેક્સ માણવું જ પડે એવું નથી. ક્યારેક એક જ વારની સેક્સ-ડ્રાઇવ પણ પૂરતી થઈ પડે છે તો ક્યારેક ઓવ્યુલેશન પિરિયડ દરમ્યાન ફ્રીક્વન્ટ ઇન્ટરકોર્સની જરૂર પડે છે. જો તમારા સ્પર્મ-કાઉન્ટ, ક્વૉલિટી અને મોટિલિટી સારાં હોય અને પત્નીની રીપ્રોડક્ટિવ સિસ્ટમ સ્વસ્થ હોય તો પિરિયડ્સ પછીના બારથી અઢાર દિવસના ગાળામાં સેક્સ કરવાથી સક્સેસ મળી શકે છે. જો તમે છ મહિનાથી વધુ સમયથી પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતા હો અને છતાં સક્સેસ ન મળતી હોય તો સારા ફર્ટિલિટી એક્સપર્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

columnists sex and relationships relationships