છાતી છોકરીઓ જેવી મોટી અને ભરાવદાર છે, એ માટે શું કરું?

12 July, 2021 06:08 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હું નિયમિત મૅસ્ટરબેટ પણ કરું છું, પણ મને ફક્ત મારી આવી ચેસ્ટથી બહુ સંકોચ થાય છે. પ્લીઝ, યોગ્ય ઉપાય બતાવવા રિક્વેસ્ટ.

મિડ-ડે લોગો

મારી ઉંમર ૧૯ વર્ષની છે. હું આઇટી ફર્મમાં જૉબ કરું છું અને સાથે લૉન્ગ ડિસ્ટન્સ સ્ટડી પણ કરું છું. મારો ચેસ્ટનો ભાગ સામાન્ય છોકરાઓનો હોય એના કરતાં ઘણો વધારે છે. કહો કે એ છોકરીઓ જેવો દેખાય છે. જો હું બન્ને ચેસ્ટને નજીક લાવીને એવા ઍન્ગલથી ફોટો પાડું તો એવું જ લાગે કે એ કોઈ છોકરીની બ્રેસ્ટ છે. હું નિયમિત મૅસ્ટરબેટ પણ કરું છું, પણ મને ફક્ત મારી આવી ચેસ્ટથી બહુ સંકોચ થાય છે. પ્લીઝ, યોગ્ય ઉપાય બતાવવા રિક્વેસ્ટ.
મલાડનો રહેવાસી

 સીધો અને સરળ ઉપાય દેખાડું તમને. મનમાંથી આ શરમ અને સંકોચ કાઢી નાખો. ચેસ્ટને ભરાવદાર દેખાડવા આજે છોકરાઓ જિમમાં જાય છે અને તમને એ જ વાતનો સંકોચ આવે તો કેમ ચાલે? એવા કોઈ ઍન્ગલથી ફોટો પણ નહીં પાડવાનો કે જે તમને શરમ અને સંકોચ આપી જાય. મનમાંથી આ વાતને બિલકુલ કાઢી નાખો કે તમને કોઈ ફિઝિકલ પ્રૉબ્લેમ છે. તમે એવી કોઈ બીજી સમસ્યા વર્ણવી નથી જે વાંચીને ગંભીરતા આવે. તમે એક કામ કરો. થોડો સમય તમે એકદમ ટાઇટ ગંજી પહેરવાનું રાખો. 
યંગ એજમાં ઘણી વાર હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ઊભું થતું હોય તો આવું બની શકે છે. જોકે એનો સીધો સંબંધ સ્ટ્રેસ સાથે છે. સ્ટ્રેસ રિડ્યુસ થતાં જ એ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ફરી પાછું નૉર્મલ થઈ જતું હોય છે એટલે મનમાં કોઈ વાતનો ભાર રાખ્યા વિના કે પછી ચિંતા કર્યા વિના તમારે થોડા સમય માટે રાહ જોવાની છે. 
આવી જે સ્થિતિ ઊભી થાય એને અંગ્રેજીમાં ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે છે. સ્ટ્રેસ-ફ્રી થઈને રહો અને તમને કહ્યું એમ ટાઇટ ગંજી પહેરવાનું શરૂ કરી દો. જો આવતા છ મહિનામાં એમાં વધારો કે ઘટાડો દેખાય નહીં તો તમે હૉર્મોન સ્પેશ્યલિસ્ટને કન્સલ્ટ કરજો. હૉર્મોન ઇમ્બૅલૅન્સની મેડિસિન પણ છે અને જો અનિવાર્ય લાગે તો એના માટે સર્જરી પણ છે જે તમને તમારી આવી ચેસ્ટથી છુટકારો આપી દેશે. જોકે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. મૅસ્ટરબેશનની આદત દેખાડે છે કે તમારામાં બીજો કોઈ ઇશ્યુ નથી.

columnists sex and relationships dr. mukul choksi